રાજકોટ અગ્નિકાંડની તપાસ માટે નિમાયેલી SITએ સરકારને પ્રથમ અહેવાલ સોંપ્યો

Reena Brahmbhatt
1 Min Read

25 મે ના રોજ રાજકોટમાં સર્જાયેલ ગેમઝોન અગ્નિકાંડને લઈને સરકાર દ્વારા તપાસ માટે નિમાયેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમે (SIT) મોડી સાંજે સરકારને પોતાનો પ્રાથમિક અહેવાલ સુપરત કર્યો હતો. દુર્ઘટના સર્જાયાના ત્રણ દિવસ બાદ તૈયાર કરવામાં આવેલ અહેવાલ મુખ્યમંત્રી અને ચીફ સેક્રેટરીને સોંપવામાં આવ્યો છે.

cr 2024052866556cc9e7f0d

- Advertisement -

સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ આ દુર્ઘટના રાજકોટ મનપા અને પોલીસ તંત્રની બેદરકારીના લીધે જ બની હોવાનું પ્રાથમિક તારણ માનવામાં આવી રહ્યું છે. આ અહેવાલ બાદ સરકાર વધુ કડક પગલાં લે તેવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

ગેમઝોનને આપવામાં આવેલી ફાયર અને પોલીસ વિભાગની મંજૂરીમાં કોણ જવાબદાર તેમની પણ તપાસ કરવામાં આવી હતી. પ્રાથમિક અહેવાલ લઈને SITના બે સભ્યો ગાંધીનગર પહોંચ્યા હતા.

- Advertisement -
Share This Article