Gujarat Weather: ભરશિયાળે ગુજરાતમાં થશે કમોસમી વરસાદ, હવામાન વિભાગે કરી માવઠાની આગાહી

Arati Parmar
2 Min Read

Gujarat Weather: અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આજે શનિવારે ગુજરાતના હવામાન અંગે માહિતી આપી હતી. જેમાં તેમણે આગામી સપ્તાહ દરમિયાન ગુજરાતના હવામાનમાં આવનારા બદલાવ વિશે જણાવ્યું હતું.

અમદાવાદ: અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આજે શનિવારે ગુજરાતના હવામાન અંગે માહિતી આપી હતી. જેમાં તેમણે આગામી સપ્તાહ દરમિયાન ગુજરાતના હવામાનમાં આવનારા બદલાવ વિશે જણાવ્યું હતું. ખાસ કરીને, ગુજરાતમાં માવઠા અંગે આગાહી કરવામાં આવી છે. સાથે જ રાજ્યના કયા-કયા વિસ્તારોમાં કઇ-કઇ તારીખો દરમિયાન વરસાદ પડી શકે છે, તે જણાવ્યું હતું.

- Advertisement -

અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, આગામી સપ્તાહના પાંચ દિવસ દરમિયાન હવામાન શુષ્ક રહેશે. જ્યારે સપ્તાહના અંતમાં ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના જોવા મળશે.

જેમાં 27મીએ ઉત્તર ગુજરાત ઉપરાંત કચ્છ-સૌરાષ્ટ્રના ઉત્તરના ભાગોમાં માવઠું થઈ શકે છે. દરિયાકાંઠાના વિસ્તારો દ્વારકા, પોરબંદર, ભાવનગર, મોરબીમાં વરસાદ જોવા મળી શકે છે.

- Advertisement -

28મીએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર ઉપરાંત દક્ષિણ ગુજરાતના મધ્યપ્રદેશ સરહદને અડીને આવેલા જિલ્લાઓ છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં હળવો વરસાદ થઈ શકે છે.

પાછલા 24 કલાકમાં 3 જગ્યાએ કોલ્ડવેવની સ્થિતિ જોવા મળી હતી. જેમાં નલિયામાં 5.8, પોરબંદરમાં 10.5 અને રાજકોટમાં 9.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

- Advertisement -

આગામી ત્રણ દિવસ તાપમાનમાં કોઇ ફેરફાર જોવા મળશે નહીં. તે બાદ તાપમાન વધશે. તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો જોવા મળશે. વરસાદ પહેલા ભેજ આવવાને કારણે તાપમાનમાં વધારો જોવા મળશે.

Share This Article