Lothal tragedy : લોથલમાં ભેખડ ધસી પડતા બે મહિલા અધિકારીઓ દટાયા: એકનું ઘટના સ્થળે જ મોત, બીજી ગંભીર રીતે ઘાયલ

Arati Parmar
1 Min Read

અમદાવાદ, બુધવાર
Lothal tragedy : ગુજરાતના લોથલમાં, જે હડપ્પીય સંસ્કૃતિનું મહત્વનું કેન્દ્ર છે, ત્યાં આજે ભેખડ ધસી પડવાથી બે મહિલા અધિકારીઓ દટાયા. બંને મહિલાઓ દિલ્હી અને ગાંધીનગરથી માટીનું સેમ્પલ લેવા માટે આવ્યા હતા. માટી સેમ્પલ લઈ રહ્યા હતા ત્યારે ભેખડ ધસી પડી, જેના કારણે બંને મહિલાઓ ખૂંપાઈ ગઇ. આ દુર્ઘટનામાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઇ ગઈ, જ્યારે બીજીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

લોથલમાં હાલ મેરિટાઈમ મ્યુઝિયમની કામગીરી ચાલી રહી છે, અને તે નજીક જ જૂની સાઈટ પાસે રસ્તા કામ ચાલી રહ્યું હતું. જાણકારી અનુસાર, આ અધિકારીઓ અને સ્ટુડન્ટ્સ માટીનું સેમ્પલ લેવા માટે છેક ખાડામાં ઉતર્યા હતા. એક 15 ફૂટ ઊંડો ખાડો ખોદવા માટે JCBનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જ્યારે અધિકારીઓ ખાડામાં ઉતર્યા, ત્યારે ભેખડ ધસી પડ્યો અને બને તેની ચપેટમાં આવી ગઇ. આ વિશે સ્થાનિકોએ ફાયરબ્રિગેડને જાણ કરી, અને અમુક સમયમાં સઘન રેસ્ક્યૂ કામગીરી હાથ ધરાઈ.

- Advertisement -

મૃત અને ઘાયલના નામ: મૃતક 23 વર્ષીય સુરભી વર્મા છે, જયારે 45 વર્ષીય યામા દિક્ષીત જે જીઓલોજીસ્ટ છે, તેને ગંભીર ઘાવની પરિસ્થિતિમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બગોદરા પોલીસ આ કેસની વધુ તપાસ કરી રહી છે.

 

- Advertisement -

 

Share This Article