PM Internship Scheme Analysis: PM ઇન્ટર્નશિપ યોજના ગુજરાત: 11,680 પોસ્ટ જાહેર, 4,541 ઓફર, માત્ર 1,019 યુવાનો જોડાયા. 92% તકો વેડફાઈ. ઔદ્યોગિક હબ અમદાવાદ, સુરત, વડોદરામાં સૌથી ઓછું જોઈનિંગ. દાહોદ, ડાંગ, અરવલ્લીમાં અરજી જ નહીં. દેશમાં 3.33 લાખમાંથી 3417 ને જ લાભ. સ્કિલ ગેપ અને રહેઠાણ મુખ્ય સમસ્યા.
ખાલી ખુરશીનો હિસાબ: 11,680 માંથી 10,661 ખાલી
પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજનાના પ્રથમ રાઉન્ડમાં કુલ 11,680 ઇન્ટર્નશિપ જાહેર કરવામાં આવી હતી.કંપનીઓએ 4,541 ઓફર જારી કરી. પણ માત્ર 1,019 ઉમેદવારોએ સ્વીકારી
એટલે 11,680 – 1,019 = 10,661 સીટ ખાલી રહી*. ટકાવારીમાં કહીએ તો 92 ટકા જેટલી તકોનો અસરકારક ઉપયોગ જ થયો નથી.
આ આંકડા સ્પષ્ટ કરે છે કે યોજના કાગળ પર મોટી છે, પરંતુ યુવાનો સુધી પહોંચવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે.
ઔદ્યોગિક જિલ્લા જ ફેઈલ: અમદાવાદ-સુરતમાં કોઈ કેમ ન જોડાયું?
અહેવાલ મુજબ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભરૂચ અને કચ્છ જેવા ઔદ્યોગિક જિલ્લાઓમાં અંદાજે 60થી 70 ટકા ઇન્ટર્નશિપ તકો કેન્દ્રિત કરવામાં આવી હતી.
વિચિત્ર વાત એ છે કે સૌથી વધુ રિજેક્શન અને સૌથી ઓછો જોઈનિંગ રેશિયો પણ આ જ જિલ્લાઓમાં જોવા મળ્યો છે.
જ્યાં ફેક્ટરી છે, કંપની છે, ટ્રેનિંગ છે, પગાર છે – ત્યાં જ યુવાનો જવા તૈયાર નથી. કેમ?
કારણ 1: પગાર vs ખર્ચ ઇન્ટર્નશિપનો પગાર 8-10 હજાર. અમદાવાદમાં રૂમનું ભાડું 6 હજાર. જમવાનું, બસ ભાડું કાઢો એટલે ઘરે પૈસા મોકલવાના રહે જ નહીં.
કારણ 2: સ્કિલ મિસમેચ કંપનીને કોડિંગ આવડતું હોય એ જોઈએ, http://B.Com વાળા યુવાનને એક્સેલ પણ ન આવડે. સ્થાનિક કૌશલ્ય અને કંપનીઓની માંગ વચ્ચે અંતર છે.
આદિવાસી પટ્ટો: જ્યાં અરજી જ નથી પહોંચી
દાહોદ, નર્મદા, છોટાઉદેપુર, ડાંગ અને અરવલ્લી જેવા જિલ્લાઓમાં સ્થિતિ વધુ ચિંતાજનક છે.
અહીં તકો ખૂબ ઓછી, અરજીઓ ઓછી, જોડાણ લગભગ નહિવત.
સમસ્યાનું મૂળ:
1. જાગૃતિનો અભાવ ગામડાના યુવાનને ખબર જ નથી કે PM ઇન્ટર્નશિપ શું છે.
2. ડિજિટલ એક્સેસની સમસ્યા: ફોર્મ ઓનલાઇન, પણ ડાંગમાં નેટવર્ક ક્યાં? સાયબર કાફે 50 કિમી દૂર.
3. પરિવહન અને રહેઠાણની અછત: ડાંગનો છોકરો સુરત ઇન્ટર્નશિપ કરવા જાય તો રહે ક્યાં? હોસ્ટેલ નથી, સંબંધી નથી.
રાષ્ટ્રીય સ્તરે હાલત વધુ ખરાબ: 3.33 લાખનું સપનું, 3417ની હકીકત
કેન્દ્ર સરકારે પીએમ ઇન્ટર્નશિપ યોજના દેશના 735 જિલ્લામાં શરૂ કરી હતી, જેમાં પાંચ વર્ષમાં દેશના 1 કરોડ યુવાનોને ઇન્ટર્નશીપ – રોજગારનું લક્ષ્ય નિર્ધારિત જાહેર કરવામાં આવ્યું હતું.
પહેલા વર્ષ 1.25 લાખ ઇન્ટર્નશિપ અને બીજા રાઉન્ડમાં 1.28 લાખ એટલે કે બે વર્ષ કુલ 3.33 લાખમાંથી માત્ર 3417 યુવાનોને સમગ્ર ઇન્ટર્નશીપ યોજનાનો લાભ પ્રાપ્ત થયો છે.
1 કરોડનું લક્ષ્ય, 2 વર્ષે 3417 લાભાર્થી = 0.03% સફળતા.આ ગતિએ 1 કરોડ પૂરા કરતાં 5,800 વર્ષ લાગશે.
વિપક્ષનો વાર: “યોજના જમીન પર નિષ્ફળ”
કોંગ્રેસે આ દાવા સાથે જણાવ્યું છે કે, ગુજરાતના આંકડા બતાવે છે કે, યોજના જમીન પર નિષ્ફળ સાબિત થઈ છે.
વિપક્ષ દ્વારા સરકાર ઉપર આક્ષેપો કરતા જણાવ્યું છે કે, જિલ્લાવાર કામગીરીનો સંપૂર્ણ ડેટા કેમ જાહેર કરવામાં આવતો નથી? જિલ્લાવાર PMIS ડેટા જાહેર કરવાની પણ માગ કરવામાં આવી છે.
ઇન્ટર્નશિપ યોજના આશા નહીં, નિરાશાનું પ્રતીક બની હોવાનો આક્ષેપ કરાયો છે.
સમસ્યા ક્યાં છે? 4 મોટા ગાબડા
1. માત્ર જાહેરાત: 11,680 પોસ્ટ જાહેર કરી દીધી, પણ કંપનીને ખબર જ નથી કે ઇન્ટર્ન લેવાનો છે. યુવાનને ખબર નથી કે અપ્લાય ક્યાં કરવું.
2. ટ્રેનિંગ નથી: ITI, કોલેજમાં જે ભણાવે છે એ ઇન્ડસ્ટ્રીને જોઈતું નથી. સ્કિલ ગેપ 100%.
3. સપોર્ટ સિસ્ટમ ઝીરો: બહારગામથી આવતા યુવાન માટે હોસ્ટેલ, મેસ, બસ પાસ – કંઈ વ્યવસ્થા નથી.
4. ફોલોઅપ નથી: ઓફર લેટર મોકલી દીધો. યુવાન જોડાયો કે નહીં, કેમ ન જોડાયો – કોઈ પૂછતું નથી. 4,541 ઓફરમાંથી 3,522 એ રિજેક્ટ કરી કેમ? ડેટા નથી.
ઉકેલ શું? જમીન પર ઉતરો તો જ યોજના સફળ
1. કેમ્પસ ટુ કંપની” બ્રિજ: કોલેજમાં જ કંપની લાવો. ઇન્ટર્વ્યુ લો. ટ્રેનિંગ આપો. પછી જોબ.
2. હોસ્ટેલ સબસિડી: અમદાવાદ-સુરતમાં ઇન્ટર્ન માટે સરકારી હોસ્ટેલ. 2000 રૂપિયામાં રહેવા-જમવાની વ્યવસ્થા.
3. ગ્રામીણ મેળા: દાહોદ, ડાંગમાં ઇન્ટર્નશિપ મેળા ભરો. સ્થાનિક ભાષામાં સમજાવો. ઓફલાઇન ફોર્મ સ્વીકારો.
4. ડેટા પારદર્શિતા: જિલ્લાવાર PMIS ડેટા રોજ વેબસાઈટ પર મૂકો. ક્યાં કેટલી જગ્યા ખાલી, કેમ ખાલી – બધું ખુલ્લું.
શનિવાર તા. 27 જૂન, 2026 ના અહેવાલ મુજબ જો આ ગાબડા નહીં પૂરાય તો 92 ટકા નિષ્ફળતા 100 ટકા થઈ જશે.
તમારા જિલ્લામાં PM ઇન્ટર્નશિપની કેટલી સીટ છે? કોમેન્ટમાં જિલ્લાનું નામ લખો, માહિતી આપીશું.
PM ઇન્ટર્નશિપ 11680 ખાલી જગ્યા, ગુજરાત 1019 જોઈનિંગ 10661 ખાલી, અમદાવાદ સુરત ઇન્ટર્નશિપ ફેઈલ કેમ, દાહોદ ડાંગ અરજી નથી PM યોજના, 3.33 લાખ લક્ષ્ય 3417 લાભ, સ્કિલ ગેપ ઇન્ટર્નશિપ સમસ્યા, હોસ્ટેલ સબસિડી ઇન્ટર્ન યુવાન, PMIS ડેટા જાહેર કરો માંગ, 1 કરોડ રોજગાર લક્ષ્ય નિષ્ફળ, કોંગ્રેસ આક્ષેપ PM ઇન્ટર્નશિપ

