પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, હું દિલ્હી કેબિનેટની માટિંગમાં ગયો હતો.

newzcafe
2 Min Read

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું કે માત્ર પાટીદાર નહીં, તમામ સમાજ સમર્થનમાં છે


અમદાવાદ, તા. 4  :  રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા વિરોધના વંટોળ વચ્ચે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી ગયા હતા. દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે આવી પહોંચેલા શ્રી રૂપાલાએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, અમારા સમર્થનમાં માત્ર પાટીદાર નહીં, પરંતુ તમામ સમાજ છે. ક્ષત્રિય સમાજના આગેવાનો પણ તેમના સમર્થનમાં હોવાનો દાવો તેમણે કર્યો હતો. શ્રી રૂપાલાનાં નિવેદન અને તેમની હર્ષ સંઘવી સાથેની બેઠક બાદ એવા સંકેત મળી રહ્યા છે કે, રાજકોટમાં ભાજપ ઉમેદવાર નહીં બદલે. 


 


પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, હું દિલ્હી કેબિનેટની માટિંગમાં ગયો હતો. કેબિનેટ અંગેની વિગતો કેબિનેટના અમારા નિયમો મુજબ બ્રાફિંગ કરવાની થતી હોય છે. આગેવાનો અત્યારે બેઠક કરી રહ્યા છે. આગેવાનો પાસે માહિતી છે. એમાં હું ટિપ્પણી કરું એ યોગ્ય ન કહેવાય. અમારા સમર્થનમાં માત્ર પાટીદાર નહીં, પરંતુ તમામ સમાજ છે. ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મારી સાથે સમર્થન પણ જાહેર કર્યું છે.


 


મેં અગાઉ પણ નામ આપ્યાં છે અત્યારે પણ નામ આપી શકું છું, પરંતુ અત્યારે આ વિવાદમાં આગ હોમવાનું કામ મારો આશય નથી. મારી દૃષ્ટિએ હવે હું વધારાના કોઈ વિષયને તેમાં જોડવાના મતમાં નથી. મેં આપને કહી દીધું છે, હવે તેમાંથી પેટા પ્રશ્નો જેટલા ધારવા હોય એટલા ધારી શકાય છે.  બીજી તરફ, પુરુષોત્તમ રૂપાલાના અમદાવાદ પહોંચતાં જ તેમના આવાસ પર ખાસ બેઠક યોજાઈ હતી. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને શ્રી રૂપાલા વચ્ચે બંધબારણે બેઠક ચાલી હતી. લગભગ 45 મિનિટ ચાલેલી આ બેઠકમાં ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર પણ ભાગ લેવા પહોંચ્યા હતા. બેઠક બાદ ભાજપનું વલણ રાજકોટ બેઠક પરથી ઉમેદવાર નહીં બદલાય, તેવું હોવાનું સ્પષ્ટ થયું હતું. 

Share This Article