સ્થાનિક લોકોએ કહ્યું કે પરષોત્તમ રૂપાલાની ટિકિટ કેન્સલ ન થવી જોઈએ

newzcafe
1 Min Read

રાજકોટઃ પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં લગાવવામાં આવ્યા પોસ્ટર


લોકસભાની ચૂંટણી પહેલા રાજકોટ બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા છેલ્લા કેટલાક સમયથી વાંધાજનક ટીપ્પણી કરીને વિવાદમાં છે. પરષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજે વિરોધ નોંધાવ્યો છે. ત્યારે રાજકોટમાં પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે.


 


પાટીદાર વિસ્તારની અંબિકા બસ્તીમાં પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. “હું પરષોત્તમ રૂપાલા સાથે છું” એવા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. ક્ષત્રિયોના વિરોધ વચ્ચે પાટીદાર યુવાનોએ પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં પોસ્ટર લગાવ્યા છે. રૂપાલાના સમર્થનમાં અંબિકા ટાઉનશીપની સાથે અન્ય અનેક સોસાયટીના રહીશો પણ જોડાયા છે. તેથી સ્થાનિક લોકોએ કહ્યું કે પરષોત્તમ રૂપાલાની ટિકિટ કેન્સલ ન થવી જોઈએ.

Share This Article