ગાંધીનગર: ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) દ્વારા હેલ્પર પદ માટે 1658 જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતમાં આપેલી માર્ગદર્શિકા અનુસાર અરજી કરવા વિનંતી છે.
ભરતીની મુખ્ય વિગતો
• સંસ્થા નામ: ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC)
• પદનું નામ: હેલ્પર
• કુલ જગ્યાઓ: 1658
• કામનું સ્થાન: ગુજરાત
• અરજીની પ્રક્રિયા: ઓનલાઈન
સત્તાવાર વેબસાઈટ: https://gsrtc.in
• મહેનતાણું: રૂ. 21,100/- પ્રતિ માસ
શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા
આ પદ માટેની શૈક્ષણિક લાયકાત અંગે વિગતવાર માહિતી સત્તાવાર જાહેરનામામાં ઉપલબ્ધ છે.
• વય મર્યાદા: ઉમેદવારોની ઉંમર 18થી 35 વર્ષ હોવી જોઈએ.
પસંદગી પ્રક્રિયા
• ઉમેદવારોની પસંદગી OMR આધારિત પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે.
અરજી પ્રક્રિયા
આ પદ માટે અરજી કરવાની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન છે.
1. 06/12/2024 થી 05/01/2025 દરમિયાન સત્તાવાર વેબસાઈટ પર અરજી ફોર્મ ઉપલબ્ધ રહેશે.
2. ઉમેદવારોએ ફોર્મ ભરીને જરૂરી દસ્તાવેજો સાથે જમા કરાવવાનું રહેશે.
3. જે ઉમેદવારો અગાઉ હેલ્પરશિપ માટે પસંદ થયા છે અથવા તાલીમમાં છે, તેઓ આ પદ માટે અરજી ન કરી શકે.
મહત્વપૂર્ણ તારીખો
• અરજી પ્રક્રિયા શરૂ થયા તારીખ: 06/12/2024
• અરજી કરવાની છેલ્લી તારીખ: 05/01/2025
મહત્વપૂર્ણ દસ્તાવેજો
• શૈક્ષણિક પ્રમાણપત્ર
• ઓળખપત્ર
• પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ
• અન્ય જરૂરી પ્રમાણપત્રો
મહત્વપૂર્ણ સૂચનાઓ
• તમામ અરજીકર્તાઓને ભલામણ કરવામાં આવે છે કે તેઓ તમામ માહિતી સાવધાનીપૂર્વક ભરે.
• અરજી કરતા પહેલા સત્તાવાર સૂચનાઓ અવશ્ય વાંચો.
GSRTC હેલ્પર પદ માટે આ મહત્વપૂર્ણ તક છે, ખાસ કરીને તેઓ માટે જેઓ સરકારી ક્ષેત્રમાં કામ કરવાની ઇચ્છા ધરાવે છે. વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટ પર મુલાકાત લો અને સમયસર અરજી કરો.

