Sardar Sarovar Narmada Nigam: 31 માર્ચથી રાજ્યના ચાર જિલ્લામાં સિંચાઈ માટે નર્મદા નદીનું પાણી બંધ, ખેડૂતોમાં ચિંતા

Arati Parmar
2 Min Read

Sardar Sarovar Narmada Nigam: બહુચરાજી સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા મહેસાણા જિલ્લાના બહુચરાજી, પાટણ જિલ્લાના ચાણસ્મા, હારિજ, શંખેશ્વર, સમી, પાટણ અને રાધનપુર, બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ અને સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા સહિત નવ તાલુકામાંથી પસાર થતી નર્મદાની કેનાલોમાં સિંચાઈ માટે અપાતું પાણી 31 માર્ચથી બંધ કરવાની જાહેરાત કરાઈ છે. જેને કારણે ઉનાળુ વાવેતર કરીને બેઠેલા ખેડૂતોમાં ચિંતા છવાઈ છે.

ખેડૂતોમાં ભારે નારાજગી

- Advertisement -

બહુચરાજી અને ચાણસ્મા પંથકમાં શિયાળુ સિઝનમાં ખેડૂતોએ અજમો, તમાકુ, એરંડા, જ્યારે ઉનાળુ બાજરી, ઘાસચારો વગેરેનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે. બહુચરાજી વિસ્તારની અનેક કંપનીઓમાં નર્મદાનું પાણી બારેમાસ આપવામાં આવી રહ્યું છે. જ્યારે જગતના તાતને વધુ એક મહિનો સિંચાઈનું પાણી મેળવવા માટે વલખાં મારવાનો વારો આવ્યો છે. ખેડૂતોના પ્રાણપ્રશ્ન બાબતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ મૌન વ્રત ધરીને બેઠા છે. નર્મદા કેનાલ સિંચાઈ માટે પાણીની મુદ્દત વધારવા ખેડૂતો માંગ કરી રહ્યા છે. જ્યારે નર્મદા વિભાગની 31 માર્ચથી પાણી બંધ કરવાની હિલચાલ સામે ખેડૂતજગતમાં ભારે નારાજગી પ્રસરી છે.

Share This Article