ડિંડોલી વિસ્તારમાંથી ત્રણ નકલી તબીબોની અટકાયત

newzcafe
1 Min Read

સુરતઃ ડિગ્રી વગર હોસ્પિટલ ખોલનારા 3 નકલી ડોક્ટરની ધરપકડ


સુરતમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિયો વસે છે. ડિંડોલી વિસ્તારમાં, મજૂરોને સસ્તી સારવાર આપવાના નામે વિવિધ સ્થળોએ ક્લિનિક્સ ખોલનારા નકલી ડોકટરો પોલીસના હાથે ઝડપાયા હતા. પોલીસે 3 અલગ-અલગ જગ્યાએ દરોડા પાડી ડિગ્રી વગર દર્દીઓની સારવાર કરતા 3 લોકોની ધરપકડ કરી હતી.


 


ડિંડોલી વિસ્તારમાં ત્રણ અલગ-અલગ જગ્યાએ નકલી તબીબોએ ક્લિનિક ખોલ્યા હતા. પોલીસે ત્રણેય જગ્યાએ ડમી દર્દીઓ મોકલી આપતાં સત્ય બહાર આવ્યું હતું. જેના આધારે લોકોના જીવન સાથે ચેડા કરવા બદલ ત્રણ નકલી ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે.


 


ડીંડોલીમાં “શ્રી ક્લિનિક” નામની હોસ્પિટલમાંથી ડીગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા આરોપી ઈન્દ્રેશકુમાર દૂધનાથ પાલની ધરપકડ કરવામાં આવી હતી. ક્લિનિકમાંથી વિવિધ પ્રકારની દવાઓ, ઈન્જેક્શન અને સિરપ જપ્ત કરવામાં આવ્યા હતા. મધુમિતા ક્લિનિક નામની હોસ્પિટલમાં દરોડા પાડીને નકલી ડૉક્ટરની ધરપકડ કરવામાં આવી હતી. ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરનાર આરોપી ઉત્તમ બિમલ ચક્રવર્તીની પણ ધરપકડ કરવામાં આવી હતી. અલગ-અલગ જગ્યાએ દરોડા પાડીને ડિગ્રી વગરના ત્રણ નકલી તબીબોની ધરપકડ કરવામાં આવી છે.

Share This Article