સુરતઃ વેકેશન, ઉનાળો અને લગ્નની સિઝનમાં વધુ વોટ મેળવવાના પ્રયાસો.

Reena Brahmbhatt
1 Min Read

બપોર પહેલા મતદારોને મતદાન મથકો પર લાવવાના પ્રયાસો

બારડોલી અને નવસારી સહિત રાજ્યભરની 25 લોકસભા બેઠકો પર યોજાનારી ચૂંટણીમાં ઓછા મતદાનથી પક્ષો ચિંતિત છે. ખાસ કરીને નવસારી અને બારડોલી બેઠક પર ભાજપની નિર્ણાયક જીત છતાં નેતાઓ લીડને લઈને ચિંતિત જણાય છે.

- Advertisement -

એક તરફ ગરમી અને બીજી તરફ વેકેશન અને લગ્નસરાની સિઝનના કારણે મતદાનની ટકાવારીમાં વિપરીત અસર થવાની સંભાવના છે. ચૂંટણી પંચ દ્વારા વિવિધ સંસ્થાઓ અને એનજીઓ દ્વારા ચલાવવામાં આવતા જાગૃતિ અભિયાન અંતર્ગત મતદારોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. આવા સંજોગોમાં મતદારોને મતદાન મથક સુધી લઈ જવા માટે વહીવટી તંત્ર સહિત પક્ષના કાર્યકરોને સવારથી જ ભારે મહેનત કરવી પડે તેવી ભીતિ સેવાઈ રહી છે.

buth 1
ખાસ કરીને બપોરના સમયે કાળઝાળ ગરમીમાં મતદારો મતદાન મથક સુધી પહોંચશે કે નહીં તેની ચિંતા સતાવી રહી છે. આ ઉપરાંત રજાઓ તેમજ લગ્નસરાની સિઝનના કારણે મોટાભાગના સૌરાષ્ટ્રવાસીઓ અને ઉત્તર ભારતીય નાગરિકો ગામડાઓમાં પહોંચી ગયા છે. જેના કારણે મતદાનની ટકાવારી પર વિપરીત અસર પડી શકે છે.

- Advertisement -

રાજકીય પક્ષો સાથે સંકળાયેલા કાર્યકરોએ મતદારોને બપોર પહેલા મતદાન કરવા અપીલ કરી છે.

Share This Article