કાપોદ્રામાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનો પર્દાફાશ, પોલીસે બે આરોપીની ધરપકડ કરી

newzcafe
1 Min Read

સુરતઃ ઈલેક્ટ્રોનિક્સની દુકાનમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનો પર્દાફાશ, બેની ધરપકડ


સુરતના કાપોદ્રા વિસ્તારમાં ઈલેક્ટ્રોનિક્સની દુકાનમાં દરોડો પાડીને પોલીસે ગેરકાયદેસર ગેસ રિફિલિંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે.


 


એક દુકાનની આડમાં ધંધો ચાલતો હતો:


પોલીસને બાતમી મળી હતી કે દીન દયાલ કોલોનીમાં આવેલી ચામુંડા ઈલેક્ટ્રોનિક્સ સર્વિસની આડમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું કામ થઈ રહ્યું છે. માહિતીના આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો. આ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે એક ઈલેક્ટ્રોનિક્સની દુકાનની આડમાં ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી બીજા સિલિન્ડરમાં ગેસ રિફિલિંગ કરવાનું કામ કરવામાં આવી રહ્યું હતું.


 


આરોપીની પૂછપરછ:


પકડાયેલા બંને આરોપીઓની પૂછપરછ કરતાં પોલીસને જાણવા મળ્યું કે બંને આરોપીઓ ચામુંડા ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ગેસ સર્વિસની આડમાં ઘરેલું ગેસના સિલિન્ડરમાંથી અન્ય સિલિન્ડરમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરતા હતા. બંને આરોપીઓ ગેસ સિલિન્ડર રજીસ્ટર ન ધરાવતા લોકોને બજાર કિંમત કરતા વધુ ભાવે ગેસ વેચતા હતા.


 


કાપોદ્રા પોલીસે દુકાનમાંથી ગેસ રીફીલીંગના સીલીન્ડર, ખાલી સીલીન્ડરો તથા વિવિધ કંપનીના ગેસ રીફીલીંગ મશીનો કબજે કરી બન્ને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Share This Article