સુરતઃ ફાયર વિભાગ દ્વારા કડક કાર્યવાહી, ફૂડ કોર્ટ અને ડોરમેટરી સીલ

Reena Brahmbhatt
1 Min Read

ફૂડ કોર્ટમાં ફાયર સેફ્ટીના અભાવે ફાયરની કાર્યવાહી કરવામાં આવી

રાજકોટ ગેમઝોનમાં લાગેલી આગએ સૌને ચોંકાવી દીધા છે ત્યારે આ ઘટના બાદ સુરત ફાયર વિભાગ સફાળું જાગ્યું છે અને મોલ, સિનેમા, હોટલ સહિત તમામ જગ્યાએ ફાયર સેફ્ટીના પગલાં છે કે કેમ?

- Advertisement -

sealed

નિયમોની અવગણના કરનારાઓની ફૂડ કોર્ટ સીલ કરી દેવામાં આવી છે. ફૂડ કોર્ટમાં ફાયર એનઓસીના અભાવે વિભાગે કાર્યવાહી કરી હતી. અત્યાર સુધી કેવી રીતે ચાલતી હતી તે અંગે મહાનગરપાલિકા કચેરીમાં ભારે ચર્ચા ચાલી રહી છે. આ ઉપરાંત 116 બેડની ડોરમેટરી પણ સીલ કરી દેવામાં આવી છે અને ફાયર એનઓસી અંગે કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ ગેમ ઝોનની ઘટના બાદ સુરત મહાનગર પ્રશાસન રાજ્ય સરકારની સૂચનાથી તમામ જાહેર સ્થળો પર કડક કાર્યવાહી કરી રહ્યું છે.

- Advertisement -
Share This Article