અસારવા સિવિલમાં એચવનએનવનના પાંચ કેસ નોંધાતા શહેરમાં ફફડાટ પ્રસર્યો છે.

newzcafe
2 Min Read

ગુજરાત રાજ્યમાં ફરી સ્વાઇન ફ્લૂના કેસ (એચવનએનવન) અને કોરોનાના કેસ નોધાતાં ફફડાટ પ્રસર્યો છે.


અમદાવાદ, તા. 27 : રાજ્યમાં ફરી સ્વાઇન ફ્લૂના કેસ (એચવનએનવન) નોધાતાં ફફડાટ પ્રસર્યો છે. આ દર્દીઓને અસારવા સિવિલમાં સારવાર આપવામાં આવી રહી છે. ઉપરાંત કોરોનાના નવા બે કેસ સામે આવ્યા છે અને તેમને પણ અસારવા સિવિલમાં સારવાર ચાલી રહી છે. કોરોનાના એક દર્દી યુવાન છે જેની 40 વર્ષની ઉમર છે જ્યારે બીજા દર્દી મહિલા છે જેમની ઉમર 75 વર્ષની છે. બંને દર્દીઓ અત્યારે ઓક્સિજન ઉપર છે. 


 


અસારવા સિવિલમાં એચવનએનવનના પાંચ કેસ નોંધાતા શહેરમાં ફફડાટ પ્રસર્યો છે. પાંચ દર્દીને અસારવા સિવિલમાં દાખલ કરાયા છે. પાંચ કેસમાં એચવનએનવનનું એક દર્દી જે સ્ટેબલ થતાં તેને રજા આપી દેવામાં આવી છે. હાલ હોસ્પિટલમાં ચાર દર્દી દાખલ છે. આ ચાર દર્દી 48 વર્ષથી 63 વર્ષ સુધીના છે. જેમાં ત્રણ દર્દી એવા છે જેને એક કરતાં વધુ ગંભીર બિમારીઓ (કો-મોર્બીડ) છે. જે ત્રણ દર્દી ગુજરાતના અને એક દર્દી મધ્યપ્રદેશનું છે. ચાર દર્દીમાં એક દર્દી બાયપેપ પર અને એક દર્દી વેન્ટિલેટર પર અને બે દર્દી સામાન્ય ઓક્સિજન પર છે. તો બીજીતરફ હાલ કોવિડના બે દર્દી અસારવા સિવિલમાં દાખલ છે. જે બંને દર્દી સિવિયર કો-મોર્બીડ રોગવાળા છે. એક દર્દી 40 વર્ષના પુરુષ છે અને બીજો દર્દી 75 વર્ષના મહિલા છે.

Share This Article