Ticket booking : રેલવેમાં હવે લોકલ ટિકિટ ત્રણ દિવસ પહેલા ઓનલાઈન બૂક કરી શકાશે

Arati Parmar
2 Min Read

Ticket booking : રેલવેમાં રોજના લાખોની સંખ્યામાં પ્રવાસીઓ પ્રવાસ કરે છે. પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોને સુવિધાજનક અને મુશ્કેલી રહિત મુસાફરીનો અનુભવ આપવા માટે અલગ અલગ સુવિધા આપવામાં આવે છે. રેલવે દ્વારા મુસાફરોને ગેર-ઉપનગરીય ખંડ (Non-suburban area) પર 200 કિમીથી વધુની મુસાફરી માટે ત્રણ દિવસ અગાઉ મુસાફરીનો દિવસ સિવાય અનરિઝર્વ્ડ ટિકિટ બુક કરવાની સુવિધા પૂરી પાડી રહી છે. આ સુવિધા અનરિઝર્વ્ડ ટિકિટિંગ સિસ્ટમ (UTS) ના તમામ કાઉન્ટરો પર ઉપલબ્ધ છે, જેનાથી મુસાફરો માટે ટિકિટ બુક કરવાની સુવિધા અને સરળતા સુનિશ્ચિત કરે છે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેક જણાવ્યુ છે કે, ટિકિટ કાઉન્ટરો પર ખાસ કરીને હોળી, દિવાળી, ઉનાળા/શિયાળાની રજાઓ, ક્રિસમસ અને અન્ય રજાઓ જેવી પીક ટ્રાવેલ સિઝન દરમિયાન ભીડ અને લાઈનો ઘટાડવાનો ઉદ્દેશ્ય છે. પશ્ચિમ રેલ્વે મુસાફરોને વિનંતી કરે છે કે, તેઓ યૂટીએસ બુકિંગ વિન્ડો પર છેલ્લી ઘડીની ભીડથી બચવા અને પરેશાની મુક્ત મુસાફરીનો આનંદ માણવા માટે આ એડવાન્સ બુકિંગ સુવિધાનો લાભ ઉઠાવે.

- Advertisement -

ઘણા મુસાફરો હજુ પણ આ સુવિધાજનક જોગવાઈથી અજાણ છે અને પશ્ચિમ રેલ્વે તેના વિશે જાગૃતિ ફેલાવવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. આ સુવિધા ખાસ કરીને લાંબા અંતરની મુસાફરી કરતા મુસાફરો માટે ફાયદાકારક છે, કારણ કે તે તેમને તેમની મુસાફરીનું આયોજન કરી શકે છે અને ટિકિટ પણ અગાઉથી બુક કરી શકે છે. આનાથી મુસાફરોને પીક ટ્રાવેલ સિઝન દરમિયાન રાહત મળશે.

મુસાફરોને તેમની મુસાફરીનું આયોજન અગાઉથી કરવા અને સરળ, તણાવમુક્ત અને આરામદાયક મુસાફરી અનુભવ માટે આ સુવિધાનો લાભ લેવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.

- Advertisement -

 

Share This Article