Vibrant Gujarat investment: વાઈબ્રન્ટમા ઉદ્યોગો લાવવા જેટલા કરોડો ખર્ચાય છે… એટલા ઉદ્યોગો કે રોજગારી આવે છે?

Arati Parmar
2 Min Read

Vibrant Gujarat investment: વાઈબ્રન્ટમા ઉદ્યોગો લાવવા જેટલા કરોડો ખર્ચાય છે… એટલા ઉદ્યોગો કે રોજગારી આવે છે?

વાઇબ્રન્ટ ગુજરાતના નામે વિદેશ પ્રવાસ, રોડ-શો, સમિટ, જાહેરાતો અને ઉદ્યોગોને ગુજરાતમાં લાવવા માટે સરકાર દ્વારા વર્ષોથી કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે.

- Advertisement -

મોટા રોકાણના આંકડા જાહેર થાય છે…
હજારો MoUની વાત થાય છે…
ગુજરાતને ઉદ્યોગનું મોડેલ ગણાવવામાં આવે છે…

પણ જમીન પરનું ચિત્ર કંઈક અલગ સવાલ પૂછે છે.

- Advertisement -

સરકારી આંકડા મુજબ 2021-22થી 2024-25 દરમિયાન ગુજરાતમાં 12 હજારથી વધુ નોંધાયેલા ઉદ્યોગો બંધ થયા હોવાનું આ અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે.

તો સવાલ સીધો છે

- Advertisement -

જે ઉદ્યોગો લાવવા માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે, એટલા નવા અને ખરેખર ચાલતા ઉદ્યોગો આવે છે ખરા?

અને જો આવે છે તો…

એટલી રોજગારી ખરેખર ઊભી થાય છે ખરી?

કારણ કે માત્ર MoU પર સહી થઈ જવાથી
રોકાણ આવતું નથી…

ફેક્ટરી ઊભી થાય, ઉત્પાદન શરૂ થાય, સ્થાનિક લોકોને નોકરી મળે અને ઉદ્યોગ વર્ષો સુધી ટકી રહે—ત્યારે જ વિકાસનો સાચો અર્થ થાય.

બીજી તરફ નાના કારખાનેદારો અને સ્થાનિક ઉદ્યોગકારો માટે વીજળી, કાચો માલ, ધિરાણ, બજાર, કરવેરા અને અન્ય ખર્ચનો બોજ વધતો જાય અને તેમના ઉદ્યોગો બંધ થતા જાય…

તો પછી એક પ્રશ્ન તો પૂછવો જ પડે કે,

વિદેશમાં ઉદ્યોગો શોધવા કરોડો ખર્ચવા કરતાં, ગુજરાતના જે ઉદ્યોગો અત્યારે મુશ્કેલીમાં છે તેમને બચાવવા એટલું જ ધ્યાન અને નાણાં કેમ નહીં?

વાઇબ્રન્ટ સમિટની ચમક પોતાની જગ્યાએ છે…
પણ ગુજરાતના કારખાનાના ધુમાડા અને રોજગારની હકીકત પણ જોવી પડશે.

વિકાસના દાવા આંકડાથી નહીં,
ચાલતી ફેક્ટરી અને મળતી રોજગારીથી સાબિત થાય છે.

કરોડો ખર્ચાયા પછી સવાલ એ નથી કે “કેટલા MoU થયા?”
સવાલ એ છે—
👉 કેટલા ઉદ્યોગો ખરેખર આવ્યા?
👉 કેટલા ખરેખર શરૂ થયા?
👉 કેટલા ટક્યા?
👉 અને કેટલા ગુજરાતીઓને ખરેખર રોજગાર મળ્યો?

Share This Article