ભીંડો ખાવાના અનેક ફાયદાઓ જાણો

Reena Brahmbhatt
1 Min Read

ભીંડામાં ઘણા પોષક તત્વો મળી આવે છે જે બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે ખૂબ જ ફાયદાકારક છે. ચાલો જાણીએ તેના ફાયદા…

ભીંડામાં વિટામીન સી, વિટામીન કે, ફોલિક એસિડ અને અન્ય એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે જે શરીરને હાનિકારક ફ્રી રેડિકલથી બચાવે છે.

- Advertisement -

ભીંડામાં વધારે માત્રામાં ફાઈબર હોય છે જે પાચન તંત્રના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ભીંડામાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોવાથી તે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે અને કબજિયાત જેવી સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.

ભીંડો ખાવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે કારણ કે તે ઓછી કેલરીવાળી શાકભાજી છે.

- Advertisement -

ભીંડામાં પોટેશિયમની પૂરતી માત્રા મળી આવે છે જે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.

ભીંડામાં વિટામીન A ભરપૂર માત્રામાં જોવા મળે છે જે આંખોની રોશની સુધારવામાં મદદ કરે છે. નિયમિત સેવનથી આંખ સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર થાય છે અને દ્રષ્ટિ સુધરે છે.

- Advertisement -

બાળકોની આંખોનો વિકાસ થતો હોય છે, તેથી તેમણે ભીંડા જેવા વિટામિન Aથી ભરપૂર શાકભાજી ખાવા જોઈએ જેથી તેમની આંખોની રોશની સારી રહે.

Share This Article