શું ભારતીયોનું આયુષ્ય 51 દિવસ વધ્યું છે ?

Reena Brahmbhatt
1 Min Read

નવી દિલ્હી, તા.28 : ભારતમાં પ્રદૂષણ એક મોટી સમસ્યા ગણાય છે ત્યારે એક અહેવાલ અનુસાર વર્ષ 2021ની તુલનામાં વર્ષ 2022માં ભારતમાં રજકણોથી થતાં પ્રદૂષણમાં 19.3 ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો હતો. આ બાંગલાદેશ બાદ દુનિયામાં બીજો સૌથી મોટો ઘટાડો છે. અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે પ્રદૂષણના આ ઘટાડાને કારણે નાગરિકોના જીવનમાં 51 દિવસનો વધારો થયો છે.

environment 1

- Advertisement -

શિકાગો યુનિવર્સિટી (ઈપીઆઈસી)માં ઊર્જા નીતિ સંસ્થાન દ્વારા `વાયુ ગુણવત્તા જીવન સૂચકાંક-2024′ શીર્ષકથી બહાર પડાયેલા વાર્ષિક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે જો ભારત, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના વાર્ષિક પીએમ 2.5 સાંદ્રતા માનક પાંચ માઈક્રોગ્રામ પ્રતિ ઘનમીટરને પૂરું કરવામાં નિષ્ફળ જશે તો ભારતીયોના જીવન આયુષ્યમાં 3.6 વર્ષનો ઘટાડો થવાની સંભાવના છે. શોધકર્તાઓએ ભારત અને અન્ય દક્ષિણ એશિયન દેશોમાં રજકણથી થતા પ્રદૂષણમાં ઘટાડાનું કારણ મુખ્ય રીતે વાતાવરણ સંબંધી પરિસ્થિતિઓને ગણાવ્યું હતું. દેશમાં હાલમાં પૂરબહારમાં ચોમાસું જામ્યું હોવાથી પણ પ્રદૂષણમાં ઘટાડો નોંધાયો છે. અહેવાલ અનુસાર ભારતમાં વર્ષ 2022માં પીએમ-2.5 સાંદ્રતા આશરે 9 માઈક્રોગ્રામ પ્રતિ ઘનમીટર હતી જે 2021ની સરખામણીએ 19.3 ટકા ઓછી છે.

- Advertisement -
Share This Article