Sexual Offense Judicial Guidelines: યૌન અપરાધોની સુનાવણી કેવી રીતે કરવી, બનાવવામાં આવે ગાઈડલાઈન્સ; સુપ્રીમ કોર્ટની સખત ટિપ્પણી

Arati Parmar
2 Min Read

Sexual Offense Judicial Guidelines: સુપ્રીમ કોર્ટે જાતીય અપરાધના કેસોની સુનાવણીને વધુ સંવેદનશીલ અને પીડિત-કેન્દ્રિત બનાવવા માટે રાષ્ટ્રીય ન્યાયિક અકાદમીને વ્યાપક ડ્રાફ્ટ ગાઈડલાઈન તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે. અદાલતે કહ્યું કે આ દિશાનિર્દેશો ભારતીય સમાજની વાસ્તવિક પરિસ્થિતિઓ અને મૂલ્યોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે અને વિદેશી કાનૂની પરિભાષા કે મોડેલની નકલ ન કરવામાં આવે.

શું હતો આખો મામલો?

CJI સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચ ૨૦૨૫ માં સ્વતઃ સંજ્ઞાન લેવામાં આવેલા એક કેસની સુનાવણી કરી રહી હતી. આ મામલો અલ્હાબાદ હાઈકોર્ટના તે આદેશ સાથે જોડાયેલો હતો, જેમાં એક સગીર છોકરીના સ્તન પકડવા, તેના પાયજામાની દોરી તોડવી અને તેને પુલિયા નીચે ખેંચવાના પ્રયાસને બળાત્કાર કે બળાત્કારના પ્રયાસની શ્રેણીમાં માનવામાં આવ્યો ન હતો. કોર્ટે તે ચુકાદાને પહેલા જ ‘ભૂલભરેલો’ ગણાવી રદ કરી દીધો હતો. અદાલતે કહ્યું કે, ઘણીવાર અદાલતોમાં વપરાતી ભાષા કે ટિપ્પણીઓ પીડિતોને વધુ આઘાત પહોંચાડી શકે છે.

- Advertisement -

આના વ્યાપક પ્રભાવની શક્યતા

સુપ્રીમ કોર્ટે ૮ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ આપેલા આદેશમાં કહ્યું હતું કે જાતીય સતામણીના કેસોમાં અસંવેદનશીલ ન્યાયિક ટિપ્પણીઓ પીડિતો, તેમના પરિવારજનો અને સમગ્ર સમાજ પર ‘ચિલિંગ ઇફેક્ટ’ (ભયભીત કરનારી અસર) પાડી શકે છે. અદાલતે કહ્યું હતું કે અમે કેટલાક વ્યાપક નિર્દેશો જાહેર કરવા માંગીએ છીએ. હવે આ મામલે સુપ્રીમ નિર્દેશો જાહેર થયા છે, તેથી આવનારા દિવસોમાં તેની વ્યાપક અસર જોવા મળશે.

Share This Article