Summer Diet Finger Millet: શું ઉનાળામાં રાગીનું સેવન કરવું જોઈએ? જાણો રાગીના ફાયદા અને વધુ ખાવાથી થતા નુકસાન

Arati Parmar
3 Min Read

Summer Diet Finger Millet: ફિંગર મિલેટ તરીકે ઓળખાતી રાગી પોષક તત્વોથી ભરપૂર એક સુપરફૂડ છે. તેમાં રહેલા કેલ્શિયમ, ફાઈબર અને એમિનો એસિડ વજન ઘટાડવા, હાડકાંને મજબૂત બનાવવા અને ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવામાં સહાયક છે. પરંતુ જ્યારે વાત ઉનાળાની આવે ત્યારે મનમાં પ્રશ્ન થાય કે શું રાગી ઉનાળામાં ખાઈ શકાય? આયુર્વેદમાં રાગી ખાવાના અનેક ફાયદા જણાવ્યા છે, પરંતુ ઉનાળામાં તેના સેવનના કેટલાક નિયમો છે.

રાગીની તાસીર ઠંડી છે કે ગરમ?

રાગી શરીરને ઠંડક પહોંચાડે છે, તેથી ઉનાળામાં તેનું સેવન કરી શકાય છે. પરંતુ શરીરની ગરમી ન વધે તે માટે રાગીના સેવનની સાચી રીત જાણવી જરૂરી છે. ઉનાળામાં રાગીની ભારે વાનગીઓ ખાવાને બદલે ખીચડી અથવા દલિયાનું સેવન કરવું ફાયદાકારક છે.

- Advertisement -

રાગીના સેવનના 5 ફાયદા

ઉનાળામાં રાગીના સેવનથી ઘણા લાભ મળે છે, જેમ કે:

  • શરીરનું તાપમાન સંતુલિત રહે છે: રાગીમાં કુદરતી શીતળતા હોય છે, જે ઉનાળામાં શરીરના તાપમાનને જાળવી રાખે છે.

  • હાડકાં મજબૂત રહે છે: તેમાં કેલ્શિયમનું પ્રમાણ વધુ હોય છે, જે બોન ડેન્સિટી જાળવવામાં મદદ કરે છે.

  • વજન ઘટાડવામાં સહાયક: રાગીમાં રહેલા ફાઈબરથી પેટ ભરેલું લાગે છે, જેથી વજન ઘટાડવામાં મદદ મળે છે.

  • શુગર લેવલ કંટ્રોલ થાય છે: લો ગ્લાયકેમિક ઇન્ડેક્સને કારણે રાગી ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.

  • એનર્જી વધે છે: ફર્મેન્ટેડ રાગી પાચન ક્રિયા સુધારે છે અને શરીરમાં લાંબા સમય સુધી ઉર્જા જાળવી રાખે છે.

ઉનાળામાં રાગીનું સેવન કેવી રીતે કરવું?

  • ગરમ હવામાનમાં રાગીને પ્રવાહી સ્વરૂપે લો, જેમ કે રાગીની ખીચડી કે દલિયા.

  • ઉનાળામાં ડ્રાય અથવા પ્રોસેસ્ડ રાગી ખાવાથી ભારેપણું અનુભવાય શકે છે.

  • ડિહાઈડ્રેશનથી બચવા માટે પણ રાગીનું સેવન કરી શકાય છે.

  • રાગી પચવામાં સરળ છે, તેથી ઉનાળામાં તેનું સેવન હિતકારક છે.

ઉનાળામાં રાગીની કઈ 4 રેસીપી ખાવી?

  1. રાગી અંબલી: રાગીનો લોટ, પાણી અને છાશમાંથી તૈયાર કરેલી અંબલી શરીરને ઠંડક પહોંચાડવાનો શ્રેષ્ઠ ઉપાય છે.

  2. રાગી ડોસા અને ઈડલી: આ બંને વાનગીઓ આથો લાવીને બનાવવામાં આવે છે, જે પચવામાં સરળ અને સુરક્ષિત છે.

  3. રાગી માલ્ટ ડ્રિંક: દૂધ કે પાણી સાથે બનાવેલું આ પીણું એક હેલ્ધી ડ્રિંક છે, જે સવારે પીવું જોઈએ.

  4. રાગી વેજિટેબલ પરાઠા: રાગીના લોટમાં શાકભાજી ઉમેરી પરાઠા બનાવો અને તેને દહીં સાથે ખાઓ.

ઉનાળામાં રાગીનું સેવન કેટલું કરવું?

  • દિવસમાં એક જ વાર રાગીનું સેવન કરવું જોઈએ.

  • રોજની ૧ રોટલી અથવા ૧ ગ્લાસ રાગી દલિયા પૂરતું છે.

  • રાગીનું સેવન સવારના નાસ્તામાં અથવા બપોરના ભોજનમાં કરવું વધુ સારું છે.

  • રાત્રે રાગી ન ખાવી: ફાઈબર વધુ હોવાને કારણે રાત્રે તેને પચાવવું મુશ્કેલ બની શકે છે.

  • રાગીના વધુ પડતા સેવનથી પેટ ફૂલવું કે ભારેપણું અનુભવાય શકે છે.

  • નબળું પાચનતંત્ર ધરાવતા લોકોએ ઉનાળામાં રાગીના સેવનથી બચવું જોઈએ.

રાગી ઉનાળામાં શરીરને ઠંડક પહોંચાડવામાં અને એનર્જી લેવલ વધારવામાં મદદરૂપ છે. જોકે, તેનો ઉપયોગ મર્યાદિત માત્રામાં અને યોગ્ય સમયે કરવો ખૂબ જ જરૂરી છે.

- Advertisement -
Share This Article