Homemade natural toner for skin types: દરેકની ત્વચાની જરૂરિયાતો અલગ અલગ હોય છે – કેટલાકની ત્વચા ઓઈલી હોય છે, તો કેટલાકની ત્વચા ડ્રાય અથવા સેન્સેટિવ હોય છે. તેથી, સમાન સ્કિન કેર પ્રોડક્ટ્સ દરેક માટે ફાયદાકારક ન પણ હોય. ખાસ કરીને ટોનર, જે ડીપ ક્લીનીંગ, પોર્સને ટાઈટ કરવા અને ત્વચાને સંતુલિત કરવામાં મદદ કરે છે.
આ જ કારણ છે કે તેને તમારી ત્વચાના પ્રકાર અનુસાર બનાવવું મહત્ત્વપૂર્ણ છે. બજારમાં ઉપલબ્ધ કેમિકલવાળા ટોનર્સને બદલે, તમે ઘરે નેચરલ ટોનર બનાવી શકો છો જે ફક્ત તમારી ત્વચાને જ ગ્લો જ નહીં આપે, પરંતુ તેને સ્વસ્થ પણ બનાવશે. ચાલો વિવિધ પ્રકારની ત્વચા માટે વિવિધ પ્રકારના ટોનર્સ વિશે જાણીએ.
ઓઈલી સ્કિન માટે
લીમડા અને ગુલાબજળનું ટોનર ઓઈલી સ્કિનને બેલેન્સ કરવા માટે યોગ્ય છે. લીમડામાં એન્ટી-બેક્ટેરિયલ ગુણધર્મો ભરપૂર માત્રામાં હોય છે.

