Bajra Chilla Recipe: ઠંડીમાં હેલ્ધી અને ગરમ નાસ્તો: ફાઇબર, આયર્ન અને પ્રોટીનથી ભરપૂર બાજરીનાં ચીલ્લા બનાવો! સુગર કંટ્રોલમાં રાખતી આ સ્વાદિષ્ટ રેસિપીની પરફેક્ટ રીત જાણો

Arati Parmar
2 Min Read

Bajra Chilla Recipe: ઠંડીમાં શરીરને ગરમ રાખવું ખૂબ જરૂરી છે. નાસ્તામાં તમે કંઈક ગરમ, સ્વાદિષ્ટ અને હેલ્ધી ખાવા ઇચ્છો છો તો બાજરીનાં ચીલ્લા એક પરફેક્ટ રેસિપિ છે. બાજરીનાં ચીલ્લા બનાવતી વખતે તમે આ બાબતોનું ધ્યાન રાખશો તો સ્વાદમાં સુપર ટેસ્ટી બનશે અને ખાવાની પણ મજા આવશે. બાજરીમાં ફાઇબર, પ્રોટીન, આયરન અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે. બાજરીનું સેવન તમે કરો છો તો સુગર પણ કંટ્રોલમાં રહે છે. આમ, તમે ઠંડીમાં આ રીતે બાજરીનાં ચીલ્લા બનાવશો તો સ્વાદમાં સુપર ટેસ્ટી બનશે અને શરીરને અંદરથી ગરમાવો પણ મળી રહે છે. તો જાણો બાજરીનાં ચીલ્લા બનાવવાની પરફેક્ટ રીત.

સામગ્રી

  • એક કપ બાજરીનો લોટ
  • ¼ કપ ચોખાનો લોટ
  • ½ કપ ડુંગળી
  • ½ કપ ગાજર
  • 2 મોટી ચમચી કોથમીર
  • 1 લીલા મરચાં
  • અડધી ચમચી જીરું
  • સ્વાદાનુંસાર મીઠું
  • પાણી
  • તેલ અથવા ઘી

આ રીતે ચિલ્લા બનાવો

  • એક મિક્સર બાઉલમાં બાજરી અને ચોખાનો લોટ લો. હવે ડુંગળી, ગાજર, કોથમીર, લીલા મરચાં, જીરું અને મીઠું મિક્સ કરો. હવે થોડું-થોડું પાણી મિક્સ કરો. ખાસ ધ્યાન રાખો કે બેટર વધારે ઘટ્ટ ના થઈ જાય. જ્યારે બેટર થઈ જાય ત્યારે લગભગ 10થી 15 મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો.
  • એક નોન સ્ટિક પેન લો અને ગરમ કરી લો. તવી પર થોડું તેલ અને ઘી લગાવો અને ગ્રીસ કરી લો. હવે બેટર તવી પર ફેલાવી દો. કિનારી પર થોડું તેલ નાખો. આમ કરવાથી ચોંટશે નહીં. એક સાઇડથી થઈ જાય એટલે બીજી બાજુ ફેરવી લો અને 2 મિનિટ માટે થવા દો. જ્યારે બંને સાઇડથી થઈ જાય એટલે ચીલ્લા તૈયાર છે. હવે બાકીનાં બેટરથી ચીલ્લા બનાવી દો.
  • બાજરીનાં ચીલ્લા અને તમે દહીં અને સોસ સાથે ખાઓ છો તો મજા આવે છે.
  • બાજરીનાં ચીલ્લા ખાસ કરીને ઠંડીમાં ખાવાની વધારે મજા આવે છે. આ ચીલ્લા ખાવાથી પેટ સાફ થાય છે અને સાથે કબજિયાતમાંથી પણ છુટકારો મળી શકે છે.
    આમ, બાજરીના ચીલ્લા એકવાર તમે આ રીતે ઘરે બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે.
Share This Article