સવારે પીવા માટે બેસ્ટ છે ઘી કોફી, આ 6 ફાયદા વિશે જાણી તમે પણ રોજ પીવા લાગશો
દિવસની શરૂઆત જો હેલ્ધી વસ્તુ સાથે કરવામાં આવે તો શરીરને આખો દિવસ કામ કરવાની એનર્જી મળે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે. દિવસની શરૂઆત કરવા માટે બુલેટ કોફી એટલે કે ઘી કોફી બેસ્ટ માનવામાં આવે છે. આવું શા માટે માનવામાં આવે છે ચાલો તમને જણાવીએ.
ઘી ભારતીય રસોઈનું અભિન્ન અંગ છે. રોજની રસોઈમાં ઘીનો ઉપયોગ થતો હોય છે. વિશેષ પકવાન બનાવવાના હોય તો પણ ઘી છુટા હાથે વપરાય છે. ઘી ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે અને તેના પોષક તત્વો સારું સ્વાસ્થ પણ જાળવી રાખે છે.
બુલેટ કોફી વિશે તમે અભિનેત્રીઓના ઇન્ટરવ્યૂમાં ઘણી વખત સાંભળ્યું હશે. આ કોફીમાં પણ ઘી નો ઉપયોગ થાય છે. અભિનેત્રીઓના સ્લીમ ફીગર અને સુંદરતાનું રહસ્ય આ કોફી પણ હોય છે. સવારના સમયે જો તમે કોફીમાં ઘી ઉમેરીને પીવાનું શરૂ કરશો તો તમને પણ જબરદસ્ત ફાયદા થવા લાગશે. આજે તમને સવારે ઘી કોફી પીવાના ફાયદા વિશે જણાવીએ. આ કાયદા વિશે જાણીને તમે પણ ચોક્કસથી રોજ એક કપ ઘી કોફી પીવાની શરૂઆત કરી દેશો.
1. ઘીમાં રહેલું ફેટ કેફીનના અવશોષણ અને સ્લો કરે છે. જેના કારણે શરીરને લાંબા સમય સુધી એનર્જી મળતી રહે છે.
2. તેમાં જરૂરી ફેટ હોય છે તેના કારણે સવારે ઘી કોફી પીધા પછી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને ભૂખ લાગતી નથી. જેના કારણે વજનને કંટ્રોલમાં રાખી શકાય છે.
3. ઘીમાં બ્યુટીરીક એસિડ હોય છે જે મગજ માટે ફાયદાકારક સાબિત થાય છે.
4. કોફીમાં ઘી ઉમેરીને પીવાથી ડાઈજેશન સુધરે છે અને પેટ સંબંધિત સમસ્યા થતી નથી.
5. ઘી કોફીમાં વિટામીન કે ભરપૂર માત્રામાં હોય છે જે હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
6. તેમાં એન્ટિઓક્સિડન્ટ ગુણ હોય છે જેના કારણે સ્ટ્રેસ વધતો નથી અને મગજ શાંત રહે છે.
કેવી રીતે બનાવવી ઘી કોફી ?
સૌથી પહેલા એક કપ પાણીને ગરમ કરો. ગરમ પાણીમાં એક ચમચી ઘી ઉમેરી મિક્સ કરો. ત્યાર પછી તેમાં જરૂર અનુસાર કોફી પાવડર ઉમેરી બ્લેન્ડ કરી લો. સ્વાદ વધારવા માટે આ કોફીમાં મધ, દૂધ અથવા તો ગોળ ઉમેરી શકાય છે. રોજ આ કોફી પીવાની શરૂઆત કરશો એટલે થોડા જ દિવસમાં સ્વાસ્થ્ય ત્વચા અને વાળ પર તેની અસર દેખાવા લાગશે.

