Male Baldness Prevention Tips: ભારતીય પુરુષોમાં નાની ઉંમરે ટાલ કેમ? ડોક્ટરે જણાવ્યા વાળ ખરવાના મુખ્ય કારણો અને તેને રોકવાના અસરકારક રામબાણ ઉપાયો

Arati Parmar
5 Min Read

Male Baldness Prevention Tips: ઉંમર વધવાની સાથે ટાલની સમસ્યા સર્જાવી તે લગભગ સામાન્ય માનવામાં આવે છે. જોકે, જ્યારે આ ઉંમર પહેલા થાય, ત્યારે તેની પાછળ તણાવ, પ્રદૂષણ, ખોડો, હોર્મોન્સ વગેરે જેવા કારણો જવાબદાર હોઈ શકે છે. સ્ટ્રેસ મેનેજમેન્ટ, હેલ્ધી લાઈફસ્ટાઈલ, ડાયટ જેવી વસ્તુઓથી ટાલને સમય પહેલા અટકાવવામાં મદદ મળી શકે છે. બીજી તરફ હીટિંગ ટૂલ્સનો ઉપયોગ, હાર્શ કેમિકલ બેઝ્ડ પ્રોડક્ટ્સનો વપરાશ, પૂરતી ઊંઘ ન લેવી, વાળને સૂર્યના હાનિકારક કિરણોથી ન બચાવવા જેવી આદતોને પણ છોડવી જરૂરી છે, જેથી હેર અને સ્કેલ્પને હેલ્ધી રાખી શકાય.

ભારતીય પુરુષોમાં હેર ફોલના મુખ્ય કારણો

ટાલ એ એવી સ્થિતિ છે, જેમાં વાળ ખર્યા પછી ફરીથી તે જગ્યાએ નવા વાળ ઉગતા નથી. ભારતની શહેરી વસ્તીના પુરુષોમાં ઉંમર પહેલા બાલ્ડનેસ (ટાલ) ની સમસ્યા સૌથી વધુ જોવા મળે છે. આનું સૌથી મુખ્ય કારણ જિનેટિક્સ છે. એટલે કે એક પેઢીથી બીજી પેઢીમાં જીન્સ દ્વારા આનાથી જોડાયેલા લક્ષણો પહોંચવા. વળી, ભારતીય પુરુષોમાં ટાલ માટે જવાબદાર સૌથી સામાન્ય કારણોની વાત કરીએ તો, તેમાં તણાવ, અનહેલ્ધી ડાયટ, ખોડો, હોર્મોનલ બેલેન્સ બગડવું, હેર ટ્રોમા વગેરે સામેલ છે.

- Advertisement -

આ સિવાય હેર સ્ટાઈલિંગ પ્રોડક્ટ્સનો વારંવાર કે વધુ પડતો ઉપયોગ, સ્કેલ્પની યોગ્ય રીતે કાળજી ન લેવી અથવા કોઈ પ્રકારની મેડિકલ કન્ડિશનમાંથી પસાર થવું પણ હેર થિનિંગ (વાળ પાતળા થવા), એક્સટ્રીમ હેર ફોલ અને ત્યારબાદ ટાલનું કારણ બની શકે છે.

ટાલના લક્ષણો અને ક્યારે લેવી એક્સપર્ટની મદદ

  • વાળનું ધીમે-ધીમે પાતળા થવું

  • હેર લાઈનનું કપાળથી પાછળની તરફ ખસવું

  • કાંસકો ફેરવતી વખતે વધુ વાળ ખરવા

  • વાળ ધોતી વખતે અસામાન્ય હેર ફોલ થવો

  • સેંથો પહોળો થતો જવો

ક્યારે બતાવવું એક્સપર્ટને:

- Advertisement -
  • સ્કેલ્પ પર વાળની વચ્ચે ખાલી પેચ (ચકમા) દેખાવા લાગે

  • પાતળા થતા વાળને કારણે સ્કેલ્પની ચામડી દેખાવા લાગે

  • અસામાન્ય હેર ફોલ થવો આ પરિસ્થિતિઓમાં એક્સપર્ટને ચોક્કસ બતાવો.

સમયસર મેડિકલ સહાય લેવાથી ટાલના કારણોની ખબર પડે છે. મેડિકલ ટેસ્ટ અને રિપોર્ટ્સના આધારે એક્સપર્ટ યોગ્ય સારવાર શરૂ કરે છે. આની મદદથી બાલ્ડનેસની ગતિને અસરકારક રીતે ધીમી કરવામાં મદદ મળી શકે છે.

કેવી રીતે થાય છે ટાલની ટ્રીટમેન્ટ

  • સૌથી પહેલા ડાયગ્નોસિસનું સ્ટેપ હોય છે, જેમાં સામાન્ય રીતે માથાની ત્વચા એટલે કે સ્કેલ્પની તપાસ કરવામાં આવે છે.

  • દર્દીની મેડિકલ અને ફેમિલી હિસ્ટ્રી વિશે પણ જાણકારી લેવામાં આવે છે.

  • શરીરમાં પોષક તત્વોની ઉણપ, હોર્મોનલ કે અન્ય મેડિકલ સમસ્યા જાણવા માટે સંબંધિત તપાસ કરાવવાની સલાહ આપવામાં આવે છે.

  • રિપોર્ટ્સના આધારે ટોપિકલ ટ્રીટમેન્ટ શરૂ કરતા દર્દીને સ્કેલ્પ પર લગાવવાની દવાઓ આપવામાં આવે છે. આ સિવાય તેમને ખાવાની મેડિસિન્સ પણ પ્રિસ્ક્રાઈબ કરવામાં આવે છે.

  • જરૂરિયાત મુજબ ટ્રીટમેન્ટ માટે લેઝર કે પ્લેટલેટ રિચ પ્લાઝ્મા (દર્દીના લોહીમાંથી પ્લાઝ્મા કાઢીને સ્કેલ્પમાં ઇન્જેક્ટ કરવું) નો સહારો લેવામાં આવે છે.

  • ટાલની સ્થિતિ ખૂબ ગંભીર હોય, તો તે સ્થિતિમાં હેર રેસ્ટોરેશનથી જોડાયેલા કોસ્મેટિક પ્રોસિજર સજેસ્ટ કરવામાં આવે છે.

હેર ફોલ અને ટાલથી બચવાના ઉપાયો

  • સ્કેલ્પની સફાઈનું ધ્યાન રાખો

  • હાર્શ કેમિકલ બેઝ્ડ પ્રોડક્ટના ઉપયોગથી બચો

  • કેમિકલ બેઝ્ડ ટ્રીટમેન્ટ્સને અવોઈડ કરો

  • હીટ સ્ટાઈલિંગને મર્યાદિત રાખો

  • હેરને પોલ્યુશન (પ્રદૂષણ) થી બચાવો

  • વાળને સૂર્યના હાનિકારક કિરણોથી બચાવો

  • સ્ટ્રેસને નિયંત્રિત રાખો

  • વાળ વધુ કસીને ન બાંધો

  • જોરથી કાંસકો ન ફેરવો, જેથી વાળ વગર કારણે તૂટે નહીં અને સ્કેલ્પ પર તણાવ ન વધે

  • આહારમાં ફળ, શાકભાજી, ડ્રાય ફ્રૂટ્સ અને સીડ્સ સામેલ કરો

  • અનહેલ્ધી ફૂડ્સથી દૂર રહો

  • શરીરને હાઈડ્રેટ રાખો

  • પૂરતી ઊંઘ જરૂર લો

  • પોતાને ફિઝિકલી એક્ટિવ રાખો

  • એક્સટ્રીમ ડાયટિંગથી બચો

આ વસ્તુઓને ફોલો કરવાની સાથે જ ફક્ત તે જ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો જે મેડિકલી સર્ટિફાઈડ કે અપ્રૂવ્ડ હોય. વારંવાર પ્રોડક્ટ સાથે એક્સપરિમેન્ટ કરવાનું અને ઘરગથ્થુ નુસખાઓ પર નિર્ભર રહેવાનું ટાળો. જો તમને ટાલના શરૂઆતી સંકેત દેખાઈ રહ્યા હોય, તો તરત જ એક્સપર્ટની મદદ લો, જેથી તેઓ વહેલી તકે સાચી સારવાર શરૂ કરી ડેમેજ કંટ્રોલ કરી શકે. જોકે, એ વાતનું ધ્યાન રાખો કે જો બાલ્ડનેસનું કારણ જેનિટિક છે, તો તેને રોકવું લગભગ અશક્ય હોય છે. એવામાં ડોક્ટર ટોપિકલ ટ્રીટમેન્ટની જગ્યાએ હેર ટ્રાન્સપ્લાન્ટ, હેર વીવિંગ વગેરે કરાવવાની સલાહ આપી શકે છે.

- Advertisement -
Share This Article