Postnatal Depression Impact: માતૃત્વ અને બાળઉછેર, શું પોસ્ટનટલ ડિપ્રેશન બાળકના વિકાસને અસર કરે છે? જાણો લેટેસ્ટ રિસર્ચ

Arati Parmar
2 Min Read

Postnatal Depression Impact: માનો પ્રેમ માત્ર ભાવનાત્મક ટેકો નથી, પરંતુ બાળકના ભવિષ્યનો પાયો પણ બની શકે છે. ખાસ કરીને જ્યારે માતા બાળકની મુસ્કાન, અવાજ, ઈશારા અને તેની નાની-નાની પ્રતિક્રિયાઓને સમજીને તે જ સંવેદનશીલતા સાથે જવાબ આપે છે.

ભારતીય સંશોધકોના એક નવા અભ્યાસમાં સામે આવ્યું છે કે આવા વ્યવહારથી પુત્રોના ભાષા વિકાસમાં સુધારો થઈ શકે છે. જોકે, અભ્યાસમાં એ પણ જોવા મળ્યું કે પ્રસૂતિ બાદ થતું ડિપ્રેશન (પોસ્ટનટલ ડિપ્રેશન) બધા બાળકોના માનસિક અને ભાષા વિકાસ પર સીધી અસર કરે છે, તેના નક્કર પ્રમાણ મળ્યા નથી. ICMR અને નિમ્હન્સ, બેંગલુરુના સંશોધકોનો આ અભ્યાસ આંતરરાષ્ટ્રીય જર્નલ ‘ઈન્ફેન્સી’માં પ્રકાશિત થયો છે. ૩૩૭ માતાઓ અને તેમના બાળકોને ગર્ભાવસ્થાથી લઈને બાળક બે વર્ષનું થાય ત્યાં સુધી સતત ફોલો કરવામાં આવ્યા હતા.

- Advertisement -

કેવી રીતે થયો અભ્યાસ?

સંશોધકોએ માતાઓમાં પ્રસૂતિ બાદ ડિપ્રેશનના લક્ષણોનું આકલન કર્યું. જ્યારે બાળકો ૬ થી ૧૨ મહિનાના હતા, ત્યારે માતા અને બાળકના રમતી વખતની તેમની વર્તણૂકનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. બાળકના બે વર્ષ પૂરા થવા પર તેની ભાષા અને સંજ્ઞાનાત્મક (કોગ્નિટિવ) ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

શું આવ્યું પરિણામ?

શરૂઆતી અથવા લાંબા સમય સુધી રહેલા પોસ્ટનટલ ડિપ્રેશનનો બધા બાળકોના માનસિક અને ભાષા વિકાસ પર કોઈ સ્પષ્ટ નકારાત્મક પ્રભાવ જોવા મળ્યો નથી. પરંતુ જે માતાઓએ તેમના બાળકો સાથે રમતી વખતે વધુ સંવેદનશીલતા બતાવી હતી, તેમના પુત્રોમાં ભાષા શીખવાની ક્ષમતા વધુ સારી રહી હતી.

- Advertisement -

ડિપ્રેશન સૌથી મોટો પડકાર

૧૯% ભારતીય મહિલાઓ પ્રસૂતિ બાદ ડિપ્રેશનમાંથી પસાર થાય છે, આ ૨૦૧૭ના એક મેટા-એનાલિસિસનો ડેટા છે. ૨૪% સુધી પહોંચી જાય છે ડિપ્રેશન પીડિતોનો આંકડો, એટલે કે દર ૫ માંથી લગભગ એક માતા આ સમસ્યાથી પ્રભાવિત હોય છે.

માત્ર માતા જ નહીં, પરિવાર પણ મહત્વનો

રિસર્ચમાં એ પણ સામે આવ્યું છે કે બાળકના વિકાસ પર જન્મ સમયે વજન, માતા પ્રથમવાર માતા બની છે કે નહીં અને પરિવારમાં દાદા-દાદી અથવા અન્ય સંભાળ રાખનારાઓની હાજરી જેવા પરિબળોની પણ અસર પડી શકે છે. ભારત જેવા દેશોમાં સંયુક્ત પરિવાર અને બાળકની સંભાળ રાખનારા અન્ય સભ્યોની ભૂમિકા પણ મહત્વની હોય છે.

Share This Article