ઘણી બીમારીઓની છે આ દવા, જાણો તેના લાભ વિશે

newzcafe
3 Min Read

ઘણી જ ઉપયોગી છે બટેટાની છાલ


ઘણી જ ઉપયોગી છે બટેટાની છાલ


ઘણી બીમારીઓની છે આ દવા, જાણો તેના લાભ વિશે


જો તમે બટેટાની છાલનો ઉપયોગ કરો છો તો તેનાથી શરીરની ઘણી બધી સમસ્યાઓમાં રાહત મળી શકે છે. તો ચાલો તમને જણાવીએ બટેટાની છાલ કઈ કઈ સમસ્યાઓમાં દવા જેવું કામ કરે છે.


બટેટાનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. બટેટા એવું શાક છે જેને અલગ અલગ રીતે ઉપયોગમાં લઈ શકાય છે. જોકે બટેટાનો ઉપયોગ કરતી વખતે મોટા ભાગે તેની છાલ ઉતારીને ફેંકી દેવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે બટેટાની છાલ પોષક તત્વોથી ભરપૂર હોય છે અને તે ઘણી બીમારીઓમાં દવા જેવું કામ કરે છે ? 


 


બટેટાની છાલમાં ઘણા બધા પોષક તત્વો હોય છે જેમ કે પોટેશિયમ, વિટામિન સી, વિટામીન બી6, ફાઇબર, આયરન, મેગ્નેશિયમ અને ઝીંક. જો તમે બટેટાની છાલનો ઉપયોગ કરો છો તો તેનાથી શરીરની ઘણી બધી સમસ્યાઓમાં રાહત મળી શકે છે. તો ચાલો તમને જણાવીએ બટેટાની છાલ કઈ કઈ સમસ્યાઓમાં દવા જેવું કામ કરે છે.


 


હાથની બીમારી


બટેટાની છાલમાં પોટેશિયમ હોય છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે સારું છે. તેનાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે અને હાર્ટની બીમારી થવાનું જોખમ ઘટી જાય છે.


 


ઇન્ફેક્શનથી બચાવ


બટેટાની છાલમાં વિટામિન સી હોય છે જે ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરે છે અને શરીરને ઇન્ફેક્શન સામે લડવાની ક્ષમતા આપે છે.


 


મગજ રહે છે હેલ્ધી


બટેટાની છાલમાં વિટામીન બી6 હોય છે જે મગજના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું ગણાય છે તેનાથી યાદશક્તિ અને કંઈ નવું શીખવાની ક્ષમતામાં સુધારો થાય છે.


 


કબજિયાત


બટેટાની છાલમાં ફાયબર હોય છે જે પાચનના સ્વાસ્થ્ય માટે સારું છે તેનાથી કબજિયાત માટે છે અને પાચનતંત્ર સ્વસ્થ રહે છે.


 


એનિમિયા


બટેટાની છાલમાં આયરન હોય છે જે એનિમિયાથી બચાવે છે તેનાથી રક્તમાં રેડ બ્લડ સેલ્સનું ઉત્પાદન વધારે છે.


 


સાંધાના દુખાવા


બટેટાની છાલમાં મેગ્નેશિયમ હોય છે જે હાડકા અને સ્નાયુના સ્વાસ્થ્ય માટે સારું છે તેનાથી હાડકા મજબૂત બને છે અને સ્નાયુ સ્વસ્થ થાય છે તેનાથી સાંધાનો દુખાવો પણ મટે છે.

Share This Article