વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 70 વર્ષ અને તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને આવકના કોઇપણ જાતના બંધન વિના પાંચ લાખ રૂપિયાનું વધારાનું વીમા કવચ આપવાનો મહત્ત્વપૂર્ણ ફેંસલો

Reena Brahmbhatt
3 Min Read

નવી દિલ્હી, તા. 11 : દેશના 4.5 કરોડ કુટુંબોના છ કરોડ વડીલોને લાભ આપનાર પહેલમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે બુધવારે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 70 વર્ષ અને તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને આવકના કોઇપણ જાતના બંધન વિના પાંચ લાખ રૂપિયાનું વધારાનું વીમા કવચ આપવાનો મહત્ત્વપૂર્ણ ફેંસલો કર્યો હતો.

કેબિનેટ દ્વારા આજે અન્ય પણ મહત્ત્વના નિર્ણય કર્યા હતા. આ નિર્ણયો અંગે માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, દેશના વરિષ્ઠ નાગરિકોને અલગથી આયુષ્માન ભારત કાર્ડ અપાશે. પાંચ લાખ રૂપિયાના વધારાના વીમા કવચ હેઠળ મળનાર લાભ વરિષ્ઠ નાગરિકોના પરિવારના કોઇ સભ્યને નહીં મળે, પરંતુ આ લાભ ખાસ વરિષ્ઠ નાગરિકો માટે જ છે. એ સિવાય બસ, એમ્બ્યુલન્સ, ટ્રક સહિત ઇલેક્ટ્રીક વાહનોના વપરાશને પ્રોત્સાહન આપવા માટે કુલ 14,335 કરોડ રૂપિયાના ભંડોળ સાથે બે મોટી યોજનાને લીલીઝંડી અપાઇ હતી.દેશમાં ઈલેક્ટ્રિક વાહનોનો ફેલાવો વધારવા માટે સરકારે પીએમ ઈ-ડ્રાઈવ યોજનાને પણ મંજૂરી આપી છે.

- Advertisement -

આ યોજનામાં સરકાર 10900 કરોડ રૂપિયા ખર્ચશે. આ યોજના અંતર્ગત ઈ-ટૂવ્હીલર્સ, ઈ-થ્રીવ્હીલર, ઈ-એમ્બ્યુલન્સ, ઈ-ટ્રક અને અન્ય વાહનો માટે 3679 કરોડ રૂપિયાની સબસિડી આપવામાં આવશે. ભારે ઉદ્યોગ મંત્રાલય ઈલેક્ટ્રિક વાહનનાં ગ્રાહકો માટે ઈ-વાઉચર લઈને આવશે. જેનાથી આ યોજનામાં અપાતા પ્રોત્સાહકોનો લાભ ઉઠાવી શકાય. પીએમ ઇ-બસ સેવા યોજના માટે 3435 કરોડ ફાળવાયા છે. આ સીવાય કેબિનેટમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનાં માટે મોટા ભંડોળને મંજૂરી અપાઈ હતી.

ahushyaman bharat

- Advertisement -

આ યોજનામાં સરકાર કુલ 7012પ કરોડ રૂપિયાનું ભારણ વહન કરશે. વૈષ્ણવે જણાવ્યું હતું કે, દેશમાં 2પ000 દુર્ગમ વસાહતોને નવી પરિવહન જોડાણ આપવા 62પ00 કિ.મી.નાં માર્ગ અને પુલનાં નિર્માણ કરવામાં આવશે. પીએમ ઈ-બસ પ્રોગ્રામમાં પેમેન્ટ સિક્યોરિટી માળખા માટે 343પ કરોડ રૂપિયાનાં એક પ્રોજેક્ટને પણ કેબિનેટે બહાલી આપી છે. દરમ્યાન, કેન્દ્રીય પ્રધાન મંડળે 31,350 મેગાવોટ જળવિદ્યુત પરિયોજનાના વિકાસને વેગ આપવા માટે 12,461 કરોડ રૂપિયાના ભંડોળની ફાળવણી કરી હતી. આ યોજનાઓ આગામી આઠ વર્ષના ગાળામાં અમલી કરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની કેબિનેટે આ જળ વિદ્યુત પરિયોજનાઓ માટેની માળખાંગત સુવિધાઓ ઊભી કરવામાં થનાર ખર્ચને પહોંચી વળવા બજેટની મદદની યોજનામાં સુધારાના ઊર્જા મંત્રાલય તરફથી મળેલા પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ યોજના 2024-25ના નાણાકીય વર્ષથી 2031-32ના નાણાકીય વર્ષના સમયગાળા દરમ્યાન અમલી કરાશે તેવું સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું. આ પ્રસ્તાવમાં બજેટરૂપે જળ વિદ્યુત યોજનાની માળખાંગત સુવિધાઓને ભંડોળ 200 મેગાવોટ સુધીની યોજના માટે એક કરોડ પ્રતિ મેગાવોટની ફાળવણી નિયત કરાઇ?છે.

Share This Article