યોગની મદદથી ડાયાબિટીસ સહિત ઘણી ગંભીર બીમારીમાં થશે ફાયદો, દવાથી ઓછા નથી આ યોગના ઉપાય

Reena Brahmbhatt
By Reena Brahmbhatt 2 Min Read

શું તમે પણ ડાયાબિટીસ જેવા સાયલન્ટ કિલર રોગના શિકાર બન્યા છો? જો હા, તો તમારે તમારી દિનચર્યામાં કેટલાક યોગાસનોને સામેલ કરવાનો ચોક્કસપણે પ્રયાસ કરવો જોઈએ.

ખરાબ લાઇફસ્ટાઇલ, અનહેલ્ધી ડાયટ પ્લાન, જરૂરીયાત કરતા વધુ સ્ટ્રેસ લેવા જેવી તમામ ખરાબ આદતોને ફોલો કરવાને કારણે ડાયાબિટીસના કેસ વધી રહ્યાં છે. આ સિવાય ડાયાબિટીસ જેનેટિક બીમારી પણ છે. જો તમે પણ ડાયાબિટીસ જેવી બીમારીનો સામનો કરી રહ્યાં છો અને તમારા બ્લડ સુગરને કંટ્રોલ કરવા ઈચ્છો છો તો તમારે સ્વામી રામદેવ દ્વારા જણાવવામાં આવેલા કેટલાક યોગાસનોને તમારા ડેલી રૂટીનનો ભાગ જરૂર બનાવવો જોઈએ.

- Advertisement -

ગોમુખાસન
ગોમુખાસનની મદદથી તમારા બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરી તમારી ડાયાબિટીસને મેનેજ કરી શકાય છે. આ આસન તમારી કરોડરજ્જુને મજબૂત બનાવવાની સાથે-સાથે તમારી બોડીને ફ્લેક્સિબલ પણ બનાવે છે. લંગ્સની ફંક્શનિંગને ઇમ્પ્રુવ કરવા માટે પણ ગોમુખાસનનો અભ્યાસ કરી શકાય છે.

વક્રાસન
ડાયાબિટીસ જેવી સાયલેન્સ કિલર બીમારીને મેનેજ કરવા માટે વક્રાસનની પ્રેક્ટિસ કરી શકાય છે. વક્રાસન તમારા બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવાની સાથે-સાથે તમારી ગટ હેલ્થને પણ ઘણી હદ સુધી સુધારે છે. આ સિવાય વક્રાસનનો અભ્યાસ કરવાથી તમારા શરીરને શક્તિશાળી બનાવે છે.
પવનમુક્તાસન
પવનમુક્તાસન ડાયાબિટીસ માટે રામબાણ ઇલાજ સાબિત થઈ શકે છે. આ આસનની મદદથી તમે તમારા ફેફસા અને કિડનીના સ્વાસ્થ્યને મજબૂત બનાવી શકો છો. જો તમે પેટની ચરબીથી છુટકારો મેળવવા ઈચ્છો છો તો નિયમિત આ આસનનો અભ્યાસ શરૂ કરવો જોઈએ.

- Advertisement -

મંડૂકાસન
આયુર્વેદ પ્રમાણે ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે મંડૂકાસનનો અભ્યાસ કરવાની સલાહ આપવામાં આવે છે. મંડૂકાસન તમારા લિવર અને તમારા કિડનીના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સિવાય તમે વજન ઘટાડવા ઈચ્છો છો તો પણ મંડૂકાસનને તમારા ડેલી રૂટીનમાં સામેલ કરી શકો છો. ગેસ અને કબજીયાત જેવી પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર કરવામાં મંડૂકાસન ઉપયોગી થઈ શકે છે.

Share This Article