મુંબઈ, તા. 21 : દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં રવિવારે 10 કલાકમાં 100 મિ.મી. પાણી વરસ્યું હતું, જેના લીધે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, તો વિમાન અને રેલવે વ્યવહારને પણ અસર પહોંચી હતી.

એક મીડિયા હેવાલ મુજબ, મુંબઈમાં સવારથી સાંજ સુધી પડેલા ચાર ઈંચ વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જ્યારે દાદર અને માટુંગા રેલવે સ્ટેશન વચ્ચે પાણી ભરાતાં લોકલ રેલવે વ્યવહારને અસર પહોંચી હતી, જ્યારે મુંબઈ એરપોર્ટ પર એર ઈન્ડિયા, ઈન્ડિગો, અક્સા સહિતની કુલ 36 ઉડાન રદ કરાઈ હતી.

