30 Naxalites Encounter in Narayanpur: નારાયણપુરમાં ૩૦ નક્સલવાદીઓનું એન્કાઉન્ટર, સુરક્ષા દળોની મોટી સફળતા

Arati Parmar
2 Min Read

30 Naxalites Encounter in Narayanpur: નક્સલમુક્ત દેશ બનાવવાના મિશન હેઠળ સુરક્ષા દળો દ્વારા હાથ ધરાયેલા ઓપરેશનમાં મોટી સફળતા મળી છે. છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સવારથી સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ચાલી રહેલા ગોળીબારમાં 26થી વધુ નક્સલવાદી ઠાર થયા હોવાના સમાચાર મળ્યા છે. જેની ખાતરી રાજ્યના ગૃહમંત્રી વિજય શર્માએ આપી છે. આ ઓપરેશનમાં મોટાપાયે શસ્ત્રો અને વિસ્ફોટક સામગ્રી મળી આવી છે.

એક સુરક્ષાકર્મી શહીદ

- Advertisement -

આ ઓપરેશનમાં એક સુરક્ષાકર્મી શહીદ થયા છે.જ્યારે અન્ય એક ઘાયલ થયા છે. જેમની સ્થિતિ હાલ સામાન્ય છે. મીડિયા સૂત્રો અનુસાર, અબૂઝમાડ અથડામણમાં અત્યારસુધી 26થી વધુ નક્સલી ઠાર થયા છે. જેમાં નક્સલીઓનો ટોચનો નેતા કેશવ રાવ ઉર્ફ બસવ રાજ પણ સામેલ છે. બસવ રાજ પર 1 કરોડ રૂપિયાનું ઈનામ હતું. તે નક્સલીઓનો મહાસચિવ હતો.

- Advertisement -
Share This Article