કેજરીવાલ, અને આમ આદમી પાર્ટીને આરોપી ગણાવતી ઈડી

Reena Brahmbhatt
2 Min Read

નવી દિલ્હી, તા. 17 (પીટીઆઈ) : દિલ્હી શરાબનીતિ કેસમાં ઈડીએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીને આરોપી ગણાવતી નવી ચાર્જશીટ રજૂ કરતાં મની લોન્ડરિંગ કેસમાં આરોપી બનાવાયેલા કેજરીવાલ પ્રથમ વર્તમાન મુખ્યમંત્રી, તો આપ પ્રથમ રાષ્ટ્રીય રાજકીય પક્ષ બન્યા છે.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર અહીંની ખાસ અદાલત સમક્ષ 200 પાનાનું દળદાર આરોપનામું દાખલ કરાયું હતું. ન્યાયાધીશ કાવેરી બાવેજા આગામી દિવસોમાં આ ચાર્જશીટ હાથ પર લેશે.દિલ્હીનાં બહુ ગાજેલા કથિત શરાબ કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા આજે મોટા પગલાંમાં દાખલ કરવામાં આવેલા આઠમા પૂરક આરોપનામામાં આમ આદમી પાર્ટી અને તેના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આરોપી બનાવવામાં આવ્યા છે. ઈડીએ રાઉઝ એવન્યૂ કોર્ટમાં આજે પૂરક ચાર્જશીટ ફાઈલ કરી હતી. આ કેસમાં દિલ્હીનાં મુખ્યમંત્રી સામે દાખલ કરવામાં આવેલું આ પહેલું આરોપનામું છે.

- Advertisement -

Aam Aadmi Part

ઉલ્લેખનીય છે કે, કેજરીવાલ આ કેસમાં પ0 દિવસ સુધી તિહાર જેલમાં કેદ રહ્યા બાદ ચૂંટણી પ્રચાર માટે 1 જૂન સુધી વચગાળાના જામીન ઉપર બહાર આવેલા છે. તેમના જામીનનો વિરોધ કરતાં કોર્ટમાં આપેલી દલીલોમાં પણ ઈડીએ કહેલું કે, આ કૌભાંડમાં બહુ જલ્દી કેજરીવાલને પણ આરોપી બનાવવામાં આવનાર છે. ઈડીએ આજે દાખલ કરેલા પોતાના આઠમી ચાર્જશીટમાં મનીષ સિસોદિયા અને કવિતા સાથે કેજરીવાલને પણ આ કૌભાંડમાં મુખ્ય ષડયંત્રકારી ગણાવ્યા છે. સાથોસાથ તેમાં કહેવામાં આવ્યું છે કે, પીએમએલએની કલમ 70 હેઠળ આમ આદમી પાર્ટી કંપની તરીકે ખટલાનો સામનો કરવા માટે ઉત્તરદાયી બને છે. ઈડીના આરોપ અનુસાર તપાસમાં બહાર આવ્યું છે કે, કૌભાંડનાં નાણાનો ઉપયોગ ગોવામાં ચૂંટણી લડવા માટે આપ દ્વારા થયો હતો.

- Advertisement -
Share This Article