Air India AI117 emergency landing: એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ખામી, ઈમરજન્સી લેન્ડિંગ માટે RAT એક્ટિવ

Arati Parmar
2 Min Read

Air India AI117 emergency landing: એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટમાં ખામી સર્જાતાં તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવુ પડ્યું હતું. એર ઈન્ડિયાની અમૃતસરથી બર્મિંઘમ જઈ રહેલી ફ્લાઈટ AI117નું ઈમરજન્સી રેમ એર ટર્બાઈન લેન્ડિંગ (RAT) પહેલાં જ અચાનક આપોઆપ એક્ટિવ થઈ જતાં બ્રિટનમાં તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવુ પડ્યું હતું. જો કે, સદનસીબે તમામ મુસાફરો અને ક્રૂ સભ્યો સુરક્ષિત છે.

એર ઈન્ડિયાએ આ અંગે માહિતી આપી હતી કે, શનિવારે ફાઈનલ એપ્રોચ દરમિયાન RAT સિસ્ટમ આપોઆપ એક્ટિવ થઈ ગઈ હતી. તેણે જણાવ્યું કે, ફ્લાઈટ AI117ના ઓપરેટર્સે બર્મિંઘમ પહોંચતાં પહેલાં જ RATનું ડિપ્લોયમેન્ટ નોંધ્યું હતું. તમામ વિદ્યુત અને હાઈડ્રોલિક માનક સામાન્ય હતાં અને વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરાવવુ પડ્યું હતું. વિમાનને ટેક્નિકલ તપાસ માટે ગ્રાઉન્ડ કરવામાં આવ્યું છે. તેની રિટર્ન ફ્લાઈટ (બર્મિંઘમથી દિલ્હી) રદ કરવામાં આવી હતી. તમામ પ્રભાવિત મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી.

- Advertisement -
Share This Article