Ajit Pawar Last Rites: અજિત દાદા પંચતત્વમાં વિલીન: બારામતીમાં ઉમટી માનવ મહેરામણ, ૬ વાર ડેપ્યુટી સીએમ અને ૬૬ વર્ષની ઉંમરનો એ અજીબ સંયોગ; હવે પુત્ર પાર્થ પવાર સંભાળશે પિતાનો વારસો

Arati Parmar
3 Min Read

Ajit Pawar Last Rites: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારને ગુરુવારે ભીની આંખો સાથે બારામતીમાં અંતિમ વિદાય આપવામાં આવી. આ પ્રસંગે ‘અજિત દાદા અમર રહો’ ના નારા લાગ્યા હતા. દાદાને અંતિમ વિદાય આપવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત નીતિન ગડકરી, ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે, ઉદ્ધવ ઠાકરે, રાજ ઠાકરે સહિત તમામ મોટી હસ્તીઓ બારામતી પહોંચી હતી. તમામે અજિત પવારને શ્રદ્ધાંજલિ અર્પી હતી. મહારાષ્ટ્રના છ વાર ડેપ્યુટી સીએમ બનેલા અજિત દાદાના અચાનક વિદાય બાદ જ્યાં પવાર ફેમિલીને આંચકો લાગ્યો છે, ત્યાં બીજી તરફ એક દુર્ભાગ્યપૂર્ણ સંયોગ સામે આવ્યો છે. અજિત પવારનું 66 વર્ષની વયે અવસાન થયું. તેમની કુલ ઉંમર 66 વર્ષ, 6 દિવસ અને 6 મહિના રહી.

પાર્થ પવારના ખભા પર જવાબદારી

અજિત પવારના પરિવાર માટે જ્યાં દાદાનું મૃત્યુ એક મોટો આઘાત છે, ત્યાં બીજી તરફ તેની અસર મહારાષ્ટ્રના રાજકારણ પર પણ પડવાની અપેક્ષા છે. કિસ્મતનો ખેલ જુઓ કે અજિત પવાર 6 વાર ડેપ્યુટી સીએમ બન્યા અને 66 વર્ષ, 6 મહિના અને 6 દિવસની ઉંમરે આ દુનિયા છોડી દીધી. એક દુખદ અને દર્દનાક અકસ્માતે તેમને હંમેશ માટે છીનવી લીધા. અજિત પવારે પોતાના અંગત જીવનમાં પિતાને ખૂબ જ વહેલા ગુમાવી દીધા હતા. તેમના પિતા અનંતરાવ પવારનું 1988 માં અવસાન થયું હતું ત્યારે તેઓ લગભગ 28 વર્ષના હતા. અજિત પવારના મોટા પુત્ર પાર્થ પવાર અત્યારે 36 વર્ષના છે. અજિત પવારના અકાળે અવસાન બાદ હવે પરિવારની જવાબદારી તેમના ખભા પર આવી ગઈ છે. અજિત પવારના ભાઈનું નામ શ્રીનિવાસ પવાર છે. તેમને એક બહેન પણ હતી, જેમનું 2017 માં મૃત્યુ થયું હતું.

- Advertisement -

પાર્થ પવાર લડી ચૂક્યા છે ચૂંટણી

અજિત પવારના મોટા પુત્ર પાર્થ પવારે પિતાને મુખાગ્નિ આપી હતી. આ પ્રસંગે તેમનો નાનો ભાઈ જય પણ સાથે હાજર રહ્યો હતો. અજિત પવારના ભાઈનો છોકરો યુગેન્દ્ર અને તેમના કાકાના દીકરાનો છોકરો રોહિત પવાર પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. પાર્થ પવાર 2019 માં લોકસભાની ચૂંટણી લડ્યા હતા, પરંતુ ત્યારે તેઓ માઢા બેઠક પરથી હારી ગયા હતા. ત્યારથી અજિત પવારના બંને પુત્રો રાજકારણથી દૂર હતા. જુલાઈ 2023 માં શરદ પવારથી અલગ થયા બાદ 2024 ની લોકસભા ચૂંટણીમાં અજિત પવારે સુનેત્રા પવારને સુપ્રિયા સુલે સામે મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ તેઓ ચૂંટણી હારી ગયા હતા. ત્યારબાદ અજિત પવારની આગેવાની હેઠળની NCP માંથી સુનેત્રા પવાર રાજ્યસભામાં ગયા હતા.

Share This Article