ભુજ, તા. 12 : મુંદરાના ભૂખી નદીના પટમાંથી પિસ્તોલ વેચવાની ફિરાકમાં રાજસ્થાનના શખ્સને પિસ્તોલ અને બે કાર્ટિઝ સાથે મુંદરા પોલીસે ઝડપી પાડયો હતો. મુંદરા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે હે.કો. મથુરજી બચુજી કુડેચાને ખાનગી બાતમી મળી હતી કે ઝુજારામ નામની વ્યક્તિ જે હાલ ભૂખી નદીના પટમાં છે જેની પાસે પિસ્તોલ જેવું હથિયાર છે જે વેચવાની ફિરાકમાં છે.

આ બાતમીના આધારે મુંદરા પોલીસ ટીમે તેને પકડી તેના કબજાના થેલાની તલાશી લેતાં તેમાંથી એક દેશી બનાવટની લોખંડની પિસ્તોલ મેગેઝિન સાથે કિં. રૂા. 20,000 તથા એક અન્ય મેગેઝિન અને બે જીવંત કાર્ટિઝ તેમજ રોકડા રૂા. 800 એમ કુલે રૂા. 21,400ના મુદ્દામાલ સાથે ઝુજારામ ક્રિષ્નારામ જાંદુ (જાટ) (રહે. મૂળ આડેલ, તા. નોખડા, જિ. બાડમેર-રાજસ્થાન)ને પકડી તેની વિરુદ્ધ આર્મ્સ એકટ તળે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરાઈ છે. આ કામગીરીમાં પી.આઈ. જે.વી. ધોળા, એ.એસ.આઈ. દિનેશભાઈ એમ. ભટ્ટી, દેવરાજભાઈ કે. ગઢવી, હે.કો. દિનેશભાઈ સી. ગોહેલ, દર્શનભાઈ આર. રાવલ, મથુરજી કુડેચા, પૃથ્વીરાજ એસ. ગઢવી, કોન્સ. હર્ષદકુમાર કે. રાઠોડ જોડાયા હતા.

