Kalupur Swaminarayan Lalji controversy: કાલુપુર સ્વામિનારાયણના લાલજી વિરુદ્ધ પત્નીનો ગંભીર પત્ર : અશ્લીલ દબાણના આક્ષેપો

Arati Parmar
By Arati Parmar 5 Min Read

Kalupur Swaminarayan Lalji controversy: કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના કહેવાતા ભાવિ આચાર્ય અને લાલજીએ તેમની પત્ની સાથે થયેલો કંકાસ પોલીસ ફરિયાદ કરીને જાહેર કરી દીધો છે. લાલજીને એ વાતની ખબર પડી ગઈ હતી કે, તેઓએ યુવતી સાથે હનિમૂનના નામે આચરેલો ત્રાસ જાહેર થઇ જશે તો બદનામીનો પાર રહેશે નહિ જેથી યુવતીના પત્રના ચાર મહિના બાદ આખરે લાલજીએ બચવા માટે હવાતિયાં મારવાના શરુ કરી દીધા હતા અને પોતાના કાંડ ઉપર પડદો પાડી દેવા માટે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં પત્ની સહીત તેના પિતા અને પરિવારજનો સામે ફરિયાદ દાખલ કરાવી દીધી હોવાનું લાગી રહ્યું છે. જો કે, આ ફરિયાદ પહેલા યુવતીએ લખેલો એક પત્ર હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. ખરેખર આવા લાલજીઓના ઘરના વાસણો ખખડતા ખખડતા પોલીસ સ્ટેશને પહોંચી જાય ત્યારે વિચારી લેવું કે, ઈશ્વર હવે નારાજ થયો છે કેમ કે, પોતાની જાતને ધર્મના રક્ષક કહેવડાવતા કે પોતાની જાતને ભગવાનના વંશજ કહેવડાવતા લોકોના ઘરના ઠેકાણા નથી તે શું કોઈ ભક્તના ઘર બચાવી શકશે કે ભક્તોના ઘરમાં રહેલા દુઃખોનો નાશ કરી શકશે. કહેવત છે ને કે, જેનું પોતાનું ઘર સળગ્યું છે તે બીજાના ઘરે શું પાણી નાંખવા જશે ?

લાલજી સાથે લગ્ન કરનારી અવંતિકા પાંડેએ, એપ્રિલ 24, 2025ના રોજ કરેલ એક અરજીમાં જણાવ્યું હતું કે, તેને સાસરિયાઓ દ્વારા કેટલીક દવાઓનું સેવન કરાવવામાં આવતું હતું. વ્રજેન્દ્રપ્રસાદ તેણીને હનિમૂનના નામે બાલી લઇ ગયા હતા અને જ્યાં અશ્લીલતાની તમામ હદો વટાવી જાનવરની જેમ સેક્સ કરવા દબાણ કરવામાં આવતું હતું. આટલેથી નહિ અટકીને લાલજીએ પોર્ન વિડીયો પણ દેખાડીને વીડિયોમાં દેખાડ્યા પ્રમાણે સેક્સ કરવા દબાણ કરવામાં આવતું હતું. જેને લઈને યુવતીને ખુબ જ યાતના ભોગવવી પડી હતી. આ અરજી હાલ સોશિયલ સાઇટ્સ ઉપર વાયરલ થઇ રહી છે. ભગવાનના વંશજોના નામે ભક્તોને ગુમરાહ કરનારા આવા લાલજીઓ એ વાતનો સ્વીકાર કરતા પણ નથી ખચકાતા કે તેઓ હનીમૂન માટે બાલી અને દુબઇ જાય છે. લાલજીએ દાખલ કરેલી પોલીસ ફરિયાદ એ ધર્મકુળના નામે પરિવારમાં શું જ્ઞાન પીરસવામાં આવે છે તેની ચાડી ખાય છે. ધર્મનું ઓઢણું ઓઢીને જે આખા સમાજને સુધારવા નીકળ્યા છે તેઓના ખુદના ઘરમાં શાંતિ નથી કે તેઓના ખુદના ઘરમાં સ્ત્રી સુરક્ષિત નથી આ વાત ખુબ જ શરમજનક છે છતાં પણ તેમના ભક્તો આ સમગ્ર ઘટનાને લાલજી મહારાજની લીલા માને છે. ખેર ! આવા ભક્તો જ્યાં સુધી હશે ત્યાં સુધી આવા લાલજીઓ અને ધર્મકુળ ધર્મ સત્તાના સ્થાને જાહોજલાલી ભોગવશે તેમ કહેવામાં કોઈ બે મત નથી. શરમજનક વાત છે કે, આવા લાલજીઓને હનીમૂન કરવાના અભરખા હોય છે, જો આટલી જ હનીમૂન કરવાની ઈચ્છાઓ ઉદભવતી હોય તો તેઓએ ભગવાનના નામે નાટકો કરવાના કોઈ અધિકારો જ નથી. ધર્મ અને વૈરાગ્યનું જ્ઞાન આપતા લાલજીએ હનીમૂન દરમ્યાન તેની વિકૃતતાની હદ વટાવી દીધી હોવાના આક્ષેપો યુવતીએ કર્યા છે.

- Advertisement -

બીજી બાજુ લાલજી વ્રજેન્દ્રપ્રસાદે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં યુવતી ઉપર આરોપ મુક્યો છે કે, તેમની સાથે જેના લગ્ન થયા હતા તે અવંતિકા પાંડેને પુરુષમાં રસ નહોતો પણ તેને સ્ત્રીઓમાં રસ હતો. આ સાથે જ તેણીનીએ લાલજીને હનીમૂન દરમ્યાન સફેદ પાઉડર જેવું કંઈક પીવડાવ્યું હતું. આ સાથે લાલજીએ યુવતીના પિતા અને તેના પરિવારજનો ઉપર આક્ષેપ કરતા પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસ ફરિયાદની યોગ્ય નિષ્પક્ષ તપાસ કરે અને યુવતી સહીત પરિવારજનોના નિવેદનો લઈને બાલી સહીત જ્યાં જ્યાં હનીમૂન માટે ગયા હતા ત્યાં પણ લોકોના નિવેદન લે તો કદાચ ચોંકાવનારા તથ્યો ઉઘાડા પડી શકે તેમ છે. પરંતુ આ ફરિયાદ બાદ યુવતી અને તેમના પરિવારજનોને ધરપકડ કર્યા બાદ અખબારોમાં તેમની બદનામી થઇ ગયા બાદ આ કેસમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી આગળ વધારવા ઉપરથી દબાણ લાવી દેવામાં આવશે અને પોલીસ પણ આ ફરિયાદ અભરાઈએ ચઢાવી દેશે તેમ કહેવામાં કોઈ બે મત નથી. જો પોલીસ કોઈના પણ દબાણ વગર હવે સત્ય સુધી પહોંચે તો અનેક ઘટસ્ફોટ થવાની શક્યતા છે.

તારીખ 23 એપ્રિલ, 2025ના રોજ અવંતિકા શર્મા દ્વારા એક પત્ર લખવામાં આવે છે. આ પત્ર તેણીનીએ પોતાની સાથે થયેલા અત્યાચાર બદલ ‘સચિવ જિલ્લા વિધિક પ્રાધિકરણ જનપદ અલાહાબાદ’ને લખવામાં લખ્યો હતો. આ પત્ર વકીલ મારફતે લખવામાં આવ્યો હોવાનું જણાઈ રહ્યું છે. આ પત્રમાં યુવતીએ જે સનસનીખેજ આરોપો મુક્યા છે તે આક્ષેપોથી લાલજીનો સમગ્ર પરિવાર હચમચી ગયો હતો. યુવતી ક્યાંક તેની અને તેના પરિવારજનોની બદનામી કરી નાખશે તે ડરથી લાલજીએ ચાર મહિના બાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં યુવતી અને તેના પરિવાર સામે કરોડો રૂપિયા માંગવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. લાલજી કે કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયનો ધર્મકુળ પરિવાર જયારે જયારે કોઈ કાંડમાં ફસાય છે ત્યારે ત્યારે સત્તાને પગે પડીને તેમના કાંડ ઉજાગર કરનાર વિરુદ્ધ ખોટી ફરિયાદ દાખલ કરાવીને પોતાની જાતને સત્ય સાબિત કરવામાં લાગી જાય છે. આ નગ્ન સત્ય છે. લાલજીના લગ્ન ખુબ ધામધૂમથી કરોડોના ખર્ચ સાથે કરવામાં આવ્યા હતા. આ સમયે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને અમિત શાહના પુત્ર જય શાહ પણ હાજર રહ્યા હતા.

- Advertisement -
Share This Article