Ahmedabad Riverfront news: અમદાવાદ રિવરફ્રન્ટ ટ્રેજેડી : મહિલાએ બે વર્ષની બાળકી સાથે ઝંપલાવ્યું, બંનેનાં મોત

Arati Parmar
By Arati Parmar 1 Min Read

Ahmedabad Riverfront news: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ગઈકાલે એક દુઃખદ ઘટના બની. એક મહિલા તેની બે વર્ષની દીકરીને લઈને નદીમાં કૂદી પડી હતી. આ દરમિયાન કરુણ દૃશ્યો સર્જાયા હતા કેમ કે માતા તો મરી ગઈ હતી પરંતુ તેના મૃતદેહ પર જીવવા માટે વલખાં મારતી દીકરી કેમેરામાં કેદ થઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

શું હતી ઘટના?

- Advertisement -

માહિતી અનુસાર આ ઘટના 15 ઓગસ્ટ એટલે કે ગઈકાલે સાંજે બની હતી. દીકરીને બચાવી લેવામાં આવી હતી પરંતુ ફેફસાંમાં પાણી ભરાઈ જવાને કારણે તે મોડી રાત્રે હોસ્પિટલમાં મૃત્યુ પામી ગઈ હતી. આ ઘટના ઉસ્માનપુરા વિસ્તારના રિવરફ્રન્ટ વિસ્તારમાં સાંજે 6 વાગ્યાની આસપાસ બની હતી.

માતાનું મોત

- Advertisement -

ઘટનાસ્થળે હાજર લોકોનું કહેવું છે કે મૃતક મહિલા તેની બે વર્ષની બાળકીને લઈને રિવરફ્રન્ટ આવી હતી. લોકોને એવો ખ્યાલ નહોતો કે તે નદીમાં કૂદી પડશે. ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે હાજર લોકો, પોલીસ અને રિવરફ્રન્ટ રેસ્ક્યૂ ટીમ ધસી આવી હતી અને રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, ફક્ત બાળકી જ જીવિત બચી શકી અને માતાનું મોત નિપજ્યું હતું.

Share This Article