Devayat Khavad Arrested: 5 દિવસથી ફરાર દેવાયત ખવડ ફાર્મહાઉસ પરથી ઝડપાયા, ધ્રુવરાજસિંહ પર હુમલાનો આરોપ

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Devayat Khavad Arrested: ગુજરાતના ચર્ચિત લોકસાહિત્યકાર દેવાયત ખવડ ફરી એકવાર પોલીસના સકંજામાં ફસાયા છે. છેલ્લાં 5 દિવસથી ગુમ દેવાયત ખવડની હવે ગુજરાત પોલીસે ધરપકડ કરી લીધી છે. દુધઈ ગામ નજીકથી તેના ફાર્મહાઉસથી દેવાયત સહિત 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય તેની સ્કોર્પિયો કાર પણ પોલીસે જપ્ત કરી છે.

સીસીટીવીમાં થયો હતો કેદ

- Advertisement -

મળતી માહિતી મુજબ, પોલીસ તપાસમાં દેવાયત ખવડ દુધઈ ગામ નજીક સીસીટીવીમાં કેદ થયો હોવાની માહિતી મળી હતી. જોકે, પોલીસે માહિતી મળતાની સાથે તુરંત કાર્યવાહી હાથ ધરી અને દુધઈમાં તેના ફાર્મ હાઉસથી દેવાયત ખવડને ઝડપી લેવામાં આવ્યો છે. હાલ, પોલીસે દેવાયત ખવડની પત્નીની પણ પૂછપરછ હાથ ધરી છે.

દેવાયત ખવડ પર ગંભીર આરોપ

- Advertisement -

દેવાયત ખવડ પર આરોપ છે કે, તેણે સનાથળમાં રહેતા યુવકની કારને ચિત્રોડ નજીત રિસોર્ટથી સોમનાથ જતો હતો ત્યારે તેની કારને ઠોકર મારી હતી. આ સિવાય દેવાયત સહિત 10-15 શખસોએ પાઇપ વડે હુમલો કરી યુવકના હાથ-પગ ફ્રેક્ચર કરી નાંખ્યા હતા, તેમજ રિવોલ્વર બતાવી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આ સિવાય 42-43 હજાર લૂંટ કરી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ભોગ બનનાર યુવકે દેવાયત ખવડ અને અન્ય શખસો દ્વારા હુમલો કરી લૂંટ કરી હોવાનું જણાવ્યું હતું.

શું હતી ઘટના?

- Advertisement -

અમદાવાદ નજીકના સનાથલમાં રહેતો ધ્રુવરાજસિંહ ચૌહાણ અને લોક સાહિત્યકાર દેવાયત ખવડ વચ્ચે ગત ફેબ્રુઆરી માસમાં ડાયરામાં પૈસા આપવા છતાં ન આવવા મુદ્દે વિવાદ ચાલે છે એ મામલે ત્યારે બંને પક્ષ દ્વારા ફરિયાદ થઈ હતી. આ બાબતનું મનદુઃખ હજુ ચાલી રહ્યું છે. સનાથલનો ધ્રુવરાજસિંહ ચૌહાણ 11 ઓગસ્ટે ભાવનગરથી તાલાલા તાલુકાના ચિત્રોડ નજીક આવેલા એક રિસોર્ટમાં ગયો હતો. બીજા દિવસે 11 વાગ્યે જ્યારે ધ્રુવરાજસિંહ અને તેના બે મિત્રો કિયા કારમાં સોમનાથ જતા હતા ત્યારે આગળથી ફોર્ચ્યુનર અને પાછળથી ક્રેટા કાર ચાલકે ધ્રુવરાજસિંહ જે કારમાં હતો તેને ટક્કર મારી હતી. બાદમાં બંને કારમાંથી દેવાયત ખવડ સહિત 12-15 શખસો પાઇપ, ધોકા લઈને નીચે ઉતર્યા અને ધ્રુવરાજની કારમાં તોડફોડ કરી તેમજ તેને પણ ઢોર માર માર્યો.

ધ્રુવરાજસિંહે આરોપ લગાવ્યો છે કે, તે હતો ત્યારે કોઈ અન્ય શખસે તેને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી ગીરમાં ન આવવા ચેતવણી આપી હતી. જોકે, આ ધમકીને તેણે ગંભીરતાથી લીધી ન હતી. વધુમાં ભોગ બનનાર યુવાને જણાવ્યું હતું કે, ‘દેવાયત ખવડ અને તેના માણસોએ મારી રેકી કરી હતી. હું મારા મિત્રના રિસોર્ટમાં રોકાયો હતો ત્યાં પણ આવ્યા હતા. રિસોર્ટમાંથી મને શોધતા દેવાયત ખવડ અને તેના માણસો શોધતા હોવાનું જણાવવામાં આવ્યું હતું પરંતુ મે આ બાબતે ધ્યાન આપ્યું ન હતું. આવી રીતે પાછળથી હુમલો કરશે એવો તો ખ્યાલ જ ન હતો.’

 

Share This Article