Amarnath Yatra Environment: ભક્તિ કે વિનાશ? અમરનાથ યાત્રાથી પવિત્ર ગુફાને કોને કારણે ખતરો, કેમ ઓગળી ગયુ શિવલીંગ?

Arati Parmar
2 Min Read

Amarnath Yatra Environment: ભક્તિ કે વિનાશ? અમરનાથ યાત્રાથી પવિત્ર ગુફાને ખતરો

જમ્મુ-કાશ્મીર: દર વર્ષે લાખો ભક્તો “બમ બમ ભોલે” ના નારા સાથે અમરનાથની ગુફાએ જાય છે. બરફનું શિવલિંગ જોવું એ દરેક હિન્દુનું સપનું છે.

- Advertisement -

પણ આ જ સપનાની પાછળ એક કડવું સત્ય છુપાયેલું છે. આપણી યાત્રા જ ગુફાના પર્યાવરણને ખતમ કરી રહી છે. જો આપણે સમયસર નહી સમજીએ તો આ શિવલીંગ હંમેશા માટે ગુમાવી દઈશુ..હા આ દુર્ગમ રસ્તાઓ આસન બન્યા એટલે અહી આક્રમણ નહી અતિ ક્રમણ ન કરવાનુ હોય..

જમ્મુ-કાશ્મીર સરકાર પણ સ્લોટ વ્યવસ્થા સ્ટ્રીક બનાવે, લોકો સમજતા હોય તો આવુ ન થાય..

- Advertisement -

પર્યાવરણ પર 3 મોટી અસર

1. બરફનું શિવલિંગ ઓગળી રહ્યું છે
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે છેલ્લા 10 વર્ષમાં ગુફાની આસપાસનું તાપમાન વધ્યું છે. કારણ? હજારો લોકો, તંબુ, રસોઈ, વાહનો ધુમાડો.
જે બરફના દર્શન માટે જઈએ છીએ એ જ બરફ આપણે ગરમ કરી રહ્યા છીએ.

- Advertisement -

2. કચરાનો પહાડ
બાલટાલ અને પહેલગામ રૂટ પર દર વર્ષે ટન-ટન પ્લાસ્ટિક, પૂજાનો સામાન, ખાવાનું પેકેટ ફેંકાય છે.
પહાડ પર કચરો ઉપાડવો મુશ્કેલ છે. પરિણામ: નદી, જંગલ અને પ્રાણીઓ બધા પ્રદૂષિત.

3. જંગલ અને પ્રાણીઓ પર માર
યાત્રા માટે રસ્તા પહોળા કરવા જંગલ કપાયા. હેલિકોપ્ટરનો અવાજ અને ભીડના કારણે સ્થાનિક પ્રાણી-પક્ષીનું જીવન બગડ્યું. ગ્લેશિયર પણ નબળા પડ્યા.

તો શું યાત્રા બંધ કરવી?
ના. આસ્થા બંધ ન થાય. પણ “ટકાઉ યાત્રા” જરૂરી છે.

ઉકેલ શું?
1. ભક્તોની સંખ્યા Limit કરવી – રોજના ચોક્કસ જ લોકોને જ પરમિટ
2. Zero Plastic યાત્રા – પ્લાસ્ટિક પર કડક પ્રતિબંધ અને દંડ
3. ગ્રીન કેમ્પ – સોલર પાવર, કચરાનું રિસાયક્લિંગ ફરજિયાત
4. જાગૃતિ – દરેક ભક્તે “પવિત્રતા” નો મતલબ ફક્ત પૂજા નહીં પણ પ્રકૃતિ બચાવવી પણ સમજવો પડશે

છેલ્લી વાત:
અમરનાથ જવું એટલે શિવના દર્શન કરવા. પણ જો આપણી ભક્તિના કારણે જ શિવલિંગ ઓગળી જશે, તો આપણે કોના દર્શન કરીશું?

આસ્થા અને પર્યાવરણ બંને બચે એવો રસ્તો જ કાઢવો પડશે. નહીંતર આવનારી પેઢીને આપણે ફક્ત ફોટા જ બતાવી શકીશું.

Amarnath yatra environmental impact, Amarnath glacier melting, pollution Amarnath cave, sustainable pilgrimage India

Share This Article