ATM Fee Hike: હવે ATM માંથી પૈસા ઉપાડવા થશે મોંઘા, RBIએ ટ્રાન્ઝેક્શન ચાર્જ વધારવા આપી મંજૂરી

Arati Parmar
2 Min Read

ATM Fee Hike: એટીએમમાંથી રોકડ ઉપાડનારાઓના ખિસ્સા પર બોજો વધી શકે છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ એટીએમ ઈન્ટરચેન્જ ફીમાં વધારો કરવા મંજૂરી આપી છે. જેના લીધે હવે એટીએમમાંથી ઉપાડ મોંઘો થશે. નવા ચાર્જ 1 મે, 2025થી લાગુ થશે. જો કે, તમામ પર આ ખર્ચનો બોજો નહીં પડે.

હોમ નેટવર્કની બહારનું એટીએમ મોંઘુ થશે

- Advertisement -

મીડિયા રિપોર્ટ અનુસાર, 1 મેથી બદલાતા નિયમો હેઠળ હોમ બેન્ક નેટવર્કની બહારના કોઈ એટીએમ મશીનમાંથી ટ્રાન્ઝેક્શન કરવા પર વધુ ચાર્જ ચૂકવવો પડશે. અર્થાત પોતાની બેન્ક સિવાય અન્ય બેન્કના એટીએમમાંથી ટ્રાન્ઝેક્શન, બેલેન્સ ચેક કરવા પર વધુ ચાર્જ આપવો પડશે. હાલ પણ હોમ બેન્ક નેટવર્કની બહાર એટીએમનો ઉપયોગ કરવા પર ચાર્જ લાગુ છે. આ ચાર્જમાં વધારો નેશનલ પેમેન્ટ કમિશન ઓફ ઈન્ડિયાના પ્રસ્તાવ પર આધારિત છે. ઉલ્લેખનીય છે, મેટ્રો શહેરોમાં અન્ય બેન્કના એટીએમના દર મહિને ત્રણ ટ્રાયલ અને નોન મેટ્રો શહેરોમાં પાંચ ટ્રાયલ ફ્રી છે. અર્થાત પાંચ વખત કોઈ પણ ચાર્જ ચૂકવ્યા વિના  એટીએમનો ઉપયોગ કરી શકો છે.

- Advertisement -
TAGGED:
Share This Article