ફિલ્મના ટીઝરમાં પણ બંનેનો રોમાન્સ જોવા જેવો છે. આ ટીસર થોડી સેકન્ડનું જ છે પરંતુ તેમાં તબ્બુ અને અજય દેવગનનો ઇન્ટેન્સ રોમેન્ટિક સીન દેખાડવામાં આવ્યો છે. સાથે જ ફિલ્મના હીરોનો દમદાર ડાયલોગ ટીઝરને હિટ બનાવે છે.
અજય દેવગન અને તબ્બુની મોસ્ટ અવેટેડ ફિલ્મ ઔરો મેં કહા દમ થાનું ટીચર રિલીઝ કરવામાં આવ્યું છે. 90 ના દાયકાની આ હિટ જોડી રોમેન્ટિક ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મના ટીઝરમાં પણ બંનેનો રોમાન્સ જોવા જેવો છે. આ ટીસર થોડી સેકન્ડનું જ છે પરંતુ તેમાં તબ્બુ અને અજય દેવગનનો ઇન્ટેન્સ રોમેન્ટિક સીન દેખાડવામાં આવ્યો છે. સાથે જ ફિલ્મના હીરોનો દમદાર ડાયલોગ ટીઝરને હિટ બનાવે છે.

આ ટીઝરની સાથે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. અજય દેવગન અને તબુની આ ફિલ્મને લઈને છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી. ફાઈનલી લોકોને આ ફિલ્મનું ટીઝર જોવા મળ્યું છે. ટીઝરમાં હોળીનો એક સીન દેખાડવામાં આવ્યો છે. જેના બેગ્રાઉન્ડમાં હીરોનો ડાયલોગ સંભળાય છે.
આ સીનમાં અજય દેવગન અને તબ્બુ એકબીજાને રંગ લગાવે છે અને ગળે લગાડતા જોવા મળે છે. આ સિવાય અજય દેવગન કેદીના યુનિફોર્મમાં ફાઈટ કરતો પણ જોવા મળે છે. આ ટીઝર પર લોકો પોઝિટિવ રિએક્શન આપી રહ્યા છે. એટલે કે ફિલ્મની પહેલી ઝલક લોકોને પસંદ આવી છે.
ફિલ્મી રિલિઝની વાત કરીએ તો આ ફિલ્મ 5 જુલાઈ 2024 ના રોજ રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનું ટીઝર જોયા પછી તેનું ટ્રેલર જોવા માટે લોકો આતુર છે. આ ફિલ્મમાં તબ્બુ અને અજય દેવગન ઉપરાંત જીમી શેરગીલ, શાંતનું મહેશ્વરી, સાંઈ માંજરેકર પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
