આયુર્વેદિક પતંજલિની દવાઓનાં ઉત્પાદન પર લાગેલો પ્રતિબંધ હટાવાયો

Reena Brahmbhatt
1 Min Read

નવી દિલ્હી, તા. 18 : પતંજલિ આયુર્વેદ અને દિવ્ય ફાર્મસીના 14 ઉત્પાદનના લાયસન્સ રદ કરવાના પોતાના આદેશ પર રાજ્ય સરકારે આજે વચ્ચગાળાની રોક લગાવી હતી. ઉત્તરાખંડ સરકારના આયુષ મંત્રાલયના સચિવ પંકજકુમાર પાંડેએ એક આદેશમાં જણાવ્યું હતું કે, એક ઉચ્ચ સ્તરની સમિતિ તરફથી પ્રાથમિક તપાસનો અહેવાલ રજૂ કરાયા બાદ સરકારે પોતાના આદેશ પર આ રોક લગાવી હતી. ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડ સરકારે 30?એપ્રિલે બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ અને દિવ્ય ફાર્મસીના 14 ઉત્પાદનોના ઉત્પાદન લાયસન્સને સસ્પેન્ડ કર્યા હતા.

ayurvedic products

- Advertisement -

રાજ્ય સરકારની લાયસન્સ ઓથોરિટીએ ઉત્પાદનો પર પ્રતિબંધનો આદેશ પણ જારી કર્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, પતંજલિ આયુર્વેદના ઉત્પાદનો વિશે વારંવાર ભ્રામક જાહેરાતો પ્રકાશિત કરવાને કારણે કંપનીનું લાયસન્સ સ્થગિત કરવામાં આવ્યું હતું. સમિતિએ પોતાના અહેવાલમાં કહ્યું હતું કે, ઉત્પાદનોનાં લાય

Share This Article