તૈયાર રહો ! મોંઘવારી હજી વધવાની છે,જેમાં કેટલોક સામાન ખાસ્સો મોંઘો થશે, જુવો કયો અને કેમ ?

Reena Brahmbhatt
3 Min Read

કોઈ ગમે તે વાત કરે કે બજેટમાં ગમે તે વાયદા કરવામાં આવે કે, નાણાં ફાળવવામાં આવે પરંતુ જમીની સચ્ચાઈ તે છે કે, આગામી સમયમાં હજી મોંઘવારી વધવાની છે.તેથી જ તૈયાર રહો.તમને ક્યાંક કોઈ ફાયદો થવાનો નથી.અને તેનું સીધું કારણ છે ડોલર સામે આજે ભારતીય રૂપિયો સતત તૂટી રહ્યો છે.જેને પગલે રૂપિયો નબળો પડતા આ સ્થિતિ આવશે.આમ તો પ્રથમ વખત ડોલર સામે રૂપિયો 87ને પાર પહોંચ્યો હતો. ચલણ બજાર ખુલતાની સાથે જ રૂપિયો 42 પૈસાના ઘટાડા સાથે 87.06 ના સ્તરે ખુલ્યો હતો, જ્યારે કારોબાર શરૂ થયાની 10 મિનિટમાં જ તેમાં 55 પૈસાનો ઘટાડો થયો હતો અને ભારતીય રૂપિયો 1 ની સરખામણીમાં 87.12 રૂપિયા પ્રતિ ડોલર પર પહોંચી ગયો હતો. ડોલર હવે સવાલ એ થાય છે કે રૂપિયાના ઘટાડાની સામાન્ય ભારતીયોના ખિસ્સા પર કેવી અસર પડશે. તેમના માટે શું મોંઘુ બનશે? ચાલો આ સમાચારમાં તેના વિશે વિગતવાર વાત કરીએ.

સામાન્ય જનતા પર અસર

- Advertisement -

રૂપિયાની નબળાઈની અસર ઘણા ક્ષેત્રોમાં સ્પષ્ટપણે જોવા મળી શકે છે. રૂપિયો નબળો પડવાને કારણે આયાતી ચીજવસ્તુઓ એટલે કે વિદેશથી ભારતમાં આવતી વસ્તુઓની કિંમત વધશે. જેમાં ખાદ્ય તેલ, કઠોળ અને અન્ય આવશ્યક વસ્તુઓનો સમાવેશ થાય છે. જેમ જેમ આયાતનો ખર્ચ વધશે તેમ તેમ આ માલસામાનની કિંમતો પણ વધશે જેના કારણે સ્થાનિક બજારમાં મોંઘવારીનો સામનો કરવો પડશે.

તેલ અને ઈલેક્ટ્રોનિક સામાન મોંઘો થશે

- Advertisement -

ક્રૂડ ઓઈલ અને એનર્જી પણ મોંઘી થશે. વાસ્તવમાં ભારત ક્રૂડ ઓઈલનો સૌથી મોટો આયાતકાર દેશ છે. રૂપિયો નબળો પડવાથી કાચા તેલની આયાત મોંઘી થશે, જેના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી શકે છે. આનાથી પરિવહન ખર્ચમાં પણ વધારો થશે, જે આખરે તમામ કોમોડિટીના ભાવોને અસર કરશે.

ઈલેક્ટ્રોનિક અને કેપિટલ ગુડ્સ પણ મોંઘા થશે. વાસ્તવમાં, ઈલેક્ટ્રોનિક સામાન અને મશીનરીના મોટાભાગના ભાગો વિદેશથી આયાત કરવામાં આવે છે. રૂપિયાના ઘટાડાને કારણે તેની કિંમતો પણ વધશે, જેના કારણે ગ્રાહકોને વધુ ખર્ચ કરવો પડશે.

- Advertisement -

આ સિવાય વિદ્યાર્થીઓ અને અભ્યાસ કરતા કે વિદેશ પ્રવાસે જતા પ્રવાસીઓને પણ વધુ ખર્ચ કરવો પડશે. ડોલર સામે રૂપિયો નબળો પડવાથી તેમના શિક્ષણ અને મુસાફરી ખર્ચમાં વધારો થશે.

દવાઓ મોંઘી થશે

ભારતમાં મોટાભાગની દવાઓ વિદેશથી લાવવામાં આવે છે, એટલે કે તે આયાત કરવામાં આવે છે. આવી સ્થિતિમાં જ્યારે રૂપિયામાં ઐતિહાસિક ઘટાડો જોવા મળ્યો છે ત્યારે તેની કિંમતો પર પણ અસર થશે. રૂપિયાના ઘટાડાને કારણે દેશમાં દવાઓ પણ મોંઘી થઈ શકે છે.

રૂપિયો કેમ ઘટ્યો?

ભારતીય રૂપિયાના આ ઘટાડા પાછળ ઘણા કારણો છે. તેનું સૌથી મોટું કારણ અમેરિકા દ્વારા લાદવામાં આવી રહેલ ટેરિફ છે. જેના કારણે ડોલર તરફ આકર્ષણ વધ્યું છે. તેના કારણે ડોલર સામે અન્ય કરન્સીમાં ઘટાડો જોવા મળ્યો છે. આ સિવાય અમેરિકામાં રોજગાર વૃદ્ધિને કારણે ડોલરની માંગ વધી છે, જેના કારણે રૂપિયા પર દબાણ આવ્યું છે. તે જ સમયે, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં વધારો થયો છે, જેના કારણે આયાત બિલમાં વધારો થયો છે. આ સિવાય વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) દ્વારા ભારતીય શેરબજારમાંથી ઉપાડના કારણે પણ રૂપિયો નબળો પડ્યો છે

Share This Article