India benefits in SCO: શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠક પૂરી થઈ ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારત પરત ફરી રહ્યા છે. આવી સ્થિતિમાં, દરેકના મનમાં પ્રશ્ન એ હશે કે આ બેઠકથી ભારતને શું મળ્યું? ભારતે આતંકવાદ પર SCO દેશોને સ્પષ્ટ સંદેશ આપ્યો. પીએમ મોદીએ ચીન અને પાકિસ્તાનની હાજરીમાં તે આપ્યો. ચીન અને રશિયા સાથે ભારતના સંબંધોનો એક નવો અધ્યાય લખાયો.
1. આતંકવાદ પર સ્પષ્ટ વલણ
ભારતે આતંકવાદ પર પોતાનું વલણ ખૂબ જ સ્પષ્ટ કર્યું છે. ભારત ઇચ્છતું હતું કે આતંકવાદ પર સર્વસંમતિ બને. આતંકવાદ પર બેવડા ધોરણને સ્વીકારવામાં ન આવે. તિયાનજિન ઘોષણામાં પહેલગામ આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, આ ભારત માટે એક મોટી જીત હતી. એક એવા મંચ પર જ્યાં પાકિસ્તાન સભ્ય દેશ તરીકે હાજર છે, અને પાકિસ્તાનનો મોટો સમર્થક ચીન પણ ત્યાં હાજર છે, તેમ છતાં ભારતે પોતાનો મુદ્દો ખૂબ જ સ્પષ્ટ અને મજબૂત રીતે રજૂ કર્યો અને તેમનો મુદ્દો સ્વીકારવામાં આવ્યો.
2. ભારત-ચીન સંબંધોનું પુનઃનિર્માણ
બીજો સૌથી મોટો ઉપાય ભારત અને ચીન વચ્ચેના સંબંધોનું પુનઃનિર્માણ છે. ગયા વર્ષે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ રશિયાના કાઝાનમાં મળ્યા હતા ત્યાર બાદ ભારત-ચાઈના ના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. ત્યાર બાદ લાંબા સમય બાદ થી વાતચીત શરૂ થઈ હતી, પરંતુ તે વાતચીતને દિશા અને સ્પષ્ટતાની જરૂર હતી, જે હવે આ સમિટમાં થઇ છે. પીએમ મોદીએ કહ્યું, આ સંબંધ પરસ્પર આદર, પરસ્પર વિશ્વાસ પર આધારિત હોવો જોઈએ. આપણે ભાગીદાર છીએ, હરીફ નહીં. એશિયાના બે મોટા સ્તંભો, મોટી અર્થવ્યવસ્થાઓ એક સાથે આવી છે.
૩. અમેરિકાને સ્પષ્ટ સંદેશ
ત્રીજો ફાયદો એ હશે કે આ બેઠકે અમેરિકાને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે અમેરિકા નક્કી કરી શકતું નથી કે કયો દેશ કયા દેશ સાથે કયા સ્તરે જોડાશે કે નહીં. આપણે સ્વતંત્ર રાષ્ટ્રો છીએ અને ગ્લોબલ સાઉથના દેશો ભેગા થયા છે. આ પ્લેટફોર્મ પર નેતાઓ વચ્ચે જોવા મળતી ઉષ્મા વ્હાઇટ હાઉસ માટે સીધો સંદેશ છે. આ ઉપરાંત, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથેની મુલાકાત હંમેશા ખાસ રહે છે. તેમણે કહ્યું, આ સંબંધ વિશ્વાસનો છે. આ અમેરિકા માટે પણ આ એક સ્પષ્ટ સંદેશ છે.
કહેવાનો આશય છે કે, અમેરિકા કરવા ગયું કંસાર અને થઇ ગયું થુલું તેવો તેનો ઘાટ થયો છે.ભારતને સબક શીખવવામાં તેણે ભારતને અસલમાં ફાયદો કરાવી આપ્યો છે .ભારત દુનિયાના મહાસત્તા સમાન ચાઈના અને રશિયા સાથે આજે તેને કારણે જ ઉભેલ જોવા મળ્યું છે.