Bihar Election 2025 Exit Polls: 2025ની બિહાર વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન હવે પૂર્ણ થયું છે, અને આ વખતે મતદારોનો ઉત્સાહ અતિશય નોંધપાત્ર રહ્યો છે. મતદાન પૂર્ણ થયા બાદ હવે એક્ઝિટ પોલના પરિણામો પર સૌની નજર ટકી ગઈ છે, જે આગામી સત્તા સમીકરણનો પહેલો સંકેત આપે છે. શરૂઆતના આંકડા મુજબ, NDA ફરી એકવાર બહુમતી સાથે આગળ છે.
બિહારમાં કુલ 243 બેઠકો માટે મતદાન યોજાયું હતું. એક્ઝિટ પોલ મુજબ NDAને 147થી 167 બેઠકો, જ્યારે મહાગઠબંધન (RJD-કોંગ્રેસ)ને 70થી 90 બેઠકો મળવાનો અંદાજ છે. આ આંકડા સૂચવે છે કે નીતિશ કુમારના નેતૃત્વમાં NDA ફરીથી સરકાર બનાવી શકે છે.
એક્ઝિટ પોલના અન્ય અહેવાલો પણ NDAની મજબૂત સ્થિતિ બતાવે છે.
પીપલ્સ ઇનસાઇટ એક્ઝિટ પોલ મુજબ NDAને 133-148 બેઠકો, મહાગઠબંધનને 87-102 બેઠકો, જ્યારે જનસુરાજ પાર્ટીને 0-2 બેઠકો અને અન્ય પક્ષોને 3-6 બેઠકો મળવાની સંભાવના છે.
JVC એક્ઝિટ પોલ પણ સમાન દિશામાં સંકેત આપે છે, જેમાં NDAને 135-150 બેઠકો મળવાની શક્યતા બતાવવામાં આવી છે.
બીજી બાજુ, MATRIZE-IANS સર્વેમાં મતપ્રતિશતના આંકડા જાહેર કરવામાં આવ્યા છે.
તે મુજબ, NDAને 48% મત, મહાગઠબંધનને 37% મત, અને અન્યને 15% મત મળ્યા હોવાનું અનુમાન છે. આ મુજબ NDAને નોંધપાત્ર ફાયદો થવાની શક્યતા છે, અને બિહારમાં નીતિશ કુમારની સરકાર પાછી આવવાની દિશામાં સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે.
હાલાંકે, સાચું ચિત્ર 14 નવેમ્બર, 2025ના રોજ મતગણતરી બાદ જ સ્પષ્ટ થશે. પરિણામો જાહેર થયા બાદ જ નક્કી થશે કે નીતિશ કુમાર ફરી સત્તા સંભાળશે કે તેજસ્વી યાદવનું મહાગઠબંધન રાજકીય વળાંક લાવશે.
બિહારના આ ચુંટણી પરિણામો માત્ર રાજ્યની નહીં, પરંતુ રાષ્ટ્રીય રાજનીતિની દિશા પણ નક્કી કરી શકે છે, કારણ કે બિહાર હંમેશા કેન્દ્રના રાજકીય સમીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

