Budget 2025: મંત્રીઓના પગાર અને સરકારી મહેમાનો માટે 1024 કરોડની ફાળવણી

Arati Parmar
1 Min Read

Budget 2025: કેન્દ્રીય બજેટ 2025-26માં કેન્દ્રીય પ્રધાનો, કેબિનેટ સચિવાલય અને વડાપ્રધાન કાર્યાલય તથા સરકારી મહેમાનોની યજમાની અને મનોરંજન માટે 1024.30 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. 2024-25માં આ રકમ 1021.83 કરોડ રૂપિયા હતી.

કેન્દ્રીય મંત્રીના ખર્ચાઓ માટે 619.04 કરોડ રૂપિયા ફાળવ્યા

- Advertisement -

શનિવારે લોકસભામાં નાણામંત્રી નિર્મલા સિતારામણ દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં કેન્દ્રીય મંત્રીના ખર્ચાઓ માટે 619.04 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ખર્ચની આ રકમમાં કેન્દ્રીય મંત્રી, રાજ્ય કક્ષાના મંત્રી અને પૂર્વ વડાપ્રધાનોના પગારો અને ભથ્થાઓ, પ્રવાસ ખર્ચાઓનો સમાવેશ થાય છે. આ રકમમાં વીવીઆઇપીના ફ્લાઈટનો ખર્ચનો પણ સમાવેશ થાય છે. નેશનલ સિક્યુરિટી સેક્રેટેરિએટને 182.75 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

આ રકમ 2024-25માં 270.08 કરોડ રૂપિયા હતી. 70.12 કરોડ રૂપિયા પ્રિન્સિપાલ સાયન્ટિફિક એડવાઇઝરની ઓફિસને ફાળવવામાં આવ્યા છે. 2025-26માં આ રકમ કેબિનેટ સચિવાલયને 75.68 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ રકમ 2024-25માં 73.98 કરોડ રૂપિયા હતી. વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)ને 70.91 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ રકમ 2024-25માં 65.30 કરોડ રૂપિયા હતી.

- Advertisement -
Share This Article