CBSE Board Exams 2026: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) ની 10મી અને 12મીની બોર્ડ પરીક્ષાઓ 17 ફેબ્રુઆરી 2026 થી શરૂ થઈ રહી છે. ધોરણ 10મુંનું પહેલું પેપર મેથ્સ (ગણિત) નું હશે, જ્યારે 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે પહેલું પેપર બાયોટેકનોલોજી અને શોર્ટ હેન્ડનું રાખવામાં આવ્યું છે. CBSE એ તમામ વિદ્યાર્થીઓ માટે જરૂરી સૂચનાઓ અને એડવાઈઝરી પણ જાહેર કરી છે.
વિદ્યાર્થીઓએ પોતાના પરીક્ષા કેન્દ્રો પર સવારે 10 વાગ્યે અથવા તે પહેલાં પહોંચવું અનિવાર્ય છે, જેથી પરીક્ષા સુચારૂ રીતે શરૂ થઈ શકે.
આ વર્ષથી બોર્ડે 10મીની પરીક્ષાઓમાં મોટો ફેરફાર કર્યો છે. હવે 10મીની બોર્ડ પરીક્ષા વર્ષમાં બે વાર આયોજિત કરવામાં આવશે. બીજી પરીક્ષાનું આયોજન 15 મે થી 1 જૂન વચ્ચે કરવામાં આવી શકે છે, જેનાથી વિદ્યાર્થીઓને પોતાની તૈયારી અને સુધારાની વધુ એક તક મળશે.
વિષય અને પ્રશ્નપત્રમાં નહીં થાય કોઈ ફેરફાર
પરીક્ષા દરમિયાન એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે વિદ્યાર્થીઓને ફક્ત એ જ પ્રશ્નપત્ર આપવામાં આવે જે તેમના એડમિટ કાર્ડમાં છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વિદ્યાર્થીનું એડમિટ કાર્ડ ‘ગણિત સ્ટાન્ડર્ડ’ માટે છે, તો તેને ‘ગણિત બેઝિક’નું પ્રશ્નપત્ર ન આપવું જોઈએ. આ જ નિયમ અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત, ઉર્દૂ જેવા અન્ય વિષયો પર પણ લાગુ પડે છે, જ્યાં અલગ-અલગ અભ્યાસક્રમ માટે અલગ કોડ હોય છે.
વિષયથી હટીને લખવા પર રિઝલ્ટ થશે રદ
જો કોઈ વિદ્યાર્થી એવા કોઈ વિષયની પરીક્ષા આપે છે જે તેના એડમિટ કાર્ડમાં નથી, તો તેને તે વિષયમાં “ગેરહાજર” માનવામાં આવશે. આવા વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરવામાં આવશે અને તેમનું પરિણામ તે મુજબ જ તૈયાર કરવામાં આવશે. આ પગલું વિદ્યાર્થીઓ અને શાળાઓને સાચા વિષયનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે લેવામાં આવ્યું છે.
શાળાઓ માટે જવાબદારી
CBSE એ શાળાઓ સામે પણ કાર્યવાહી કરશે, જે બોર્ડના નિર્દેશોનું પાલન નહીં કરે. એનો અર્થ એ છે કે શાળાઓએ ધ્યાન રાખવું પડશે કે વિદ્યાર્થીઓને સાચા વિષયનું જ પ્રશ્નપત્ર આપવામાં આવે, જેથી કોઈ પણ પ્રકારની પરેશાની કે પરીક્ષા રદ થવા જેવી સ્થિતિ ન સર્જાય.

