Corona Virus: આ કોરોના વાયરસે તો ભારે કરી છે. ફરી વિશ્વના કેટલાક દેશોમાં માથું મારવા લાગ્યો છે. વિશ્વમાં એકબાજુ અનેક દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે તો બીજી બાજુ કોરોનાને લઈને માઠા સમાચાર સામે આવ્યા છે. જી હાં હાલમાં ચીન, સિંગાપોર અને હોંગકોંગ જેવા દક્ષિણપૂર્વ દેશોમાં કોરોના વાયરસના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. દક્ષિણપૂર્વ એશિયાના ઘણા ભાગોમાં કોરોના વાયરસની લહેર ચાલી રહી છે.
મળતી માહિતી મુજબ સિંગાપોર, ચીન, થાઈલેન્ડ અને હોંગકોંગ જેવા દેશોમાં આ વાયરસમાં અચાનક વધારો જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે સિંગાપોરમાં છેલ્લા વર્ષમાં કોરોનાના કેસમાં 28 ટકાનો વધારો થયો છે. 3 મે સુધીમાં કુલ 14,200 નવા કેસ નોંધાયા છે. એક અહેવાલ મુજબ, કોવિડનો ફરીથી ફેલાવો એશિયામાં વાયરસની નવી લહેર સાથે જોડાયેલો હોઈ શકે છે. ગયા ઉનાળાથી ચીનમાં તેના કેસ ટોચ પર છે. એપ્રિલમાં સોંગક્રાન ફેસ્ટિવલ પછી થાઇલેન્ડમાં કોરોનાના કેસોમાં વધારો જોવા મળ્યો છે. તમને જણાવી દઈએ કે હાલમાં સિંગાપોરમાં LF.7 અને NB.1.8 છે. આ બંને વેરિએન્ટ ફેલાઈ રહ્યા છે. આ બંને JN.1 સ્ટ્રેન સાથે સંબંધિત છે.
તમને જણાવી દઈએ કે નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને કોરોના વાયરસનું સૌથી વધુ જોખમ હોય છે. આ લોકો વધુ ચેપગ્રસ્ત થઈ રહ્યા છે. આ ઉપરાંત, જે લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ છે તેમને પણ વધુ જોખમ રહેલું છે. ડોક્ટરોના મતે આ ઋતુમાં નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે આવું થઈ શકે છે. આ કારણે સિંગાપોરમાં લોકોને બૂસ્ટર ડોઝ લેવા માટે કહેવામાં આવી રહ્યું છે.
સિંગાપોરના આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે દેશની વસ્તીની રોગપ્રતિકારક શક્તિ ઘટી રહી છે, જોકે એવા કોઈ સંકેતો નથી કે વર્તમાન પ્રકાર ઝડપથી ફેલાઈ રહ્યો છે અથવા રોગચાળામાં અગાઉ શોધાયેલા પ્રકારો કરતાં વધુ ગંભીર રોગ પેદા કરી રહ્યો છે. ડોક્ટરો કોરોના વાયરસના આ નવી લહેરને સામાન્ય ફ્લૂ માની રહ્યા છે.
તમને જણાવી દઈએ કે હાલમાં ભારતમાં કોરોનાનો કોઈ મોટો ખતરો નથી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સત્તાવાર ડેશબોર્ડ અનુસાર, ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના ફક્ત 93 કેસ નોંધાયા છે. હાલમાં દેશમાં કોરોના મહામારીની નવી લહેરના કોઈ સંકેત નથી.