Daughter Property Rights: દીકરીઓને મિલકતમાં સમાન અધિકાર આપતો કાયદો ક્યાંય પુત્રને અન્યાય તો નથી કરતો ને ? કેમ ? જુવો અહીં

Arati Parmar
6 Min Read

Daughter Property Rights: દીકરીઓને મિલકતમાં સમાન અધિકાર આપતો કાયદો ક્યાંય પુત્રને અન્યાય તો નથી કરતો ને ? કેમ ? જુવો અહીં

By : Reena Brahmbhatt

- Advertisement -

હજી ગઈકાલે જ આપણે ભાઈ-બહેન વચ્ચેના ખાસ અતૂટ પ્રેમના પર્વ તેવા રક્ષા બંધનના તહેવારની ઉજવણી કરી..આ તહેવાર માં હીંદુ ધર્મમાં ભાઈની રક્ષા કાજે બહેનો તરફથી બાંધવામાં આવતા રક્ષા સૂત્ર કે ધાગાના મહત્વને દર્શાવે છે.જો કે, અહીં આજે એક અલગ જ મુદ્દા કે જે કાયદા સંબંધિત છે તે અંગે કે જે કાયદા થકી એક સામાજિક પહેલ, ક્યાંક બદલાવ, ક્યાંક તેના પગલે ઉભા થતા સામાજિક સંઘર્ષ જેવા મુદ્દાઓને આવરતી ખાસ બાબતો અંગેની વાત કરવી છે. કેમ કે, આ કાયદો દેખીતી નજરે સ્ત્રીઓને પિયરમાં અને તેમના લગ્ન બાદ સંપત્તિમાં સમાન અધિકારો અપાવે છે.આ કાયદો બહેનોને કે સ્ત્રીઓને ભાઈ સામે સમાનતા બક્ષે છે.પરંતુ અહીં ક્યાંય કોઈ તે વાત નથી કરતું કે, આ કાયદો સમાજમાં કોઈ સારી અસર કરે છે કે, તેની નકારાત્મક અસર પણ ક્યાંક સમાજ પર પડી રહી છે.શું તેનો દુરુપયોગ થઇ રહ્યો છે ? શું આ કાયદો પણ એક પ્રકારના દહેજ સ્વરૂપનો જ કહી શકાય ? કેમ ,કે તેમાં પણ મિલ્કતના ભાગની માંગ ઉઠે છે, પણ તે કાયદાના શસ્ત્રથી એટલે આ અંગે ક્યાંક વિચારવાની જરૂર છે.

ત્યારે આજે આપણે અહીં, હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ, 1956ની કલમ 6માં 2005ના સુધારા પછી સંયુક્ત હિંદુ કુટુંબની સહભાગી મિલકતમાં દીકરીને દીકરા જેટલો જ સહભાગી હક આપવામાં આવ્યો છે, તે અંગેની વિશેષ છણાવટ કરીશું.એટલે દીકરીને માત્ર દીકરી હોવાના કારણે તેનો હક નકારી શકાય નહીં. અહીં વાત સમાનતાની સારી છે.પરંતુ સમનતા એક ફ્રેમમાં જ્યાં કેદ હોય જ્યાં કોઈને ફાયદો થતો હોય અને કોઈને અન્યાય થતો હોય ? તો તેનું એનાલિસિસ જરૂરી છે..ત્યારે અહીં આ અંગે પહેલા તો ખાસ મુદ્દા જોઈએ તો,

- Advertisement -

દીકરીને મિલકતમાં હક સમાન તો માતા-પિતાની જવાબદારી પણ સમાન કેમ નહીં? કેમ આજેપણ સામાજિક રીતે પેરેન્ટ્સને સાચવવાની જવાબદારી ફક્ત દીકરાની જ..કેમ ? હા કાયદાએ આ મુદ્દે પ્રાવધાન આપ્યું છે, પણ સમાજમાં આજેપણ તે ઘરેડ ચાલુ છે.આજેપણ પુત્રને જ મોટાભાગે આ સામાજિક જવાબદારી અદા કરવી પડે છે.

હા અહીં તે બાબત છે કે,દીકરી અને દીકરા વચ્ચે ભેદભાવ ન હોવો જોઈએ આ વાત સાથે કોણ અસહમત થઈ શકે?

- Advertisement -

પરંતુ એક સવાલ આજે સમાજે પણ અને કાયદાએ પણ ગંભીરતાથી વિચારવો જોઈએ.

જ્યારે દીકરીને પિતૃક/સહભાગી મિલકતમાં દીકરા જેટલો જ અધિકાર મળે છે, ત્યારે માતા-પિતાની જવાબદારીમાં પણ દીકરીની સમાન ભાગીદારી કેમ ન હોય?

પરંતુ બીજી તરફ આપણા સમાજમાં હજુ પણ ઘણી વખત વૃદ્ધ માતા-પિતાની સેવા, સાથે રહેવું, સારવાર, દવા-દવાખાનાનો ખર્ચ અને રોજિંદી સંભાળની મુખ્ય જવાબદારી પુત્ર પર જ રહેતી જોવા મળે છે.ત્યારે અહીં સવાલ ઊભો થાય છે કે, મિલકતનો હક બંનેનો… તો જવાબદારી પણ બંનેની જ હોવી જોઈએ ને?જો દીકરી પિતાની કે પિતૃક મિલકતમાં પોતાનો કાયદેસર હિસ્સો માંગે છે, તો માત્ર મિલકતનો હિસ્સો મેળવવાનો અધિકાર જ નહીં, માતા-પિતાની સંભાળ અને ભરણપોષણની જવાબદારીમાં પણ સમાન ભાગીદારી હોવી જોઈએ.

હા, તે બાબત છે કે,મેઇન્ટેન્સ એન્ડ વેલ્ફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટીઝન્સ એક્ટ 2007 કલમ 4 મુજબ માતા-પિતાની જાળવણીની જવાબદારી “બાળકો “” પર છે અને કાયદામાં બાળકો એટલે પુત્ર અને પુત્રી બંનેનો સમાવેશ થાય છે. અર્થાત કાયદાએ આ જવાબદારી નક્કી કરી છે પરંતુ સમાજે હજી આ જવાબદારી નિશ્ચિત કરી નથી.સમાજમાં તેનું ચલણ સ્વીકૃત નથી બન્યું.હા, દીકરીઓનું પેરેન્ટ્સ સાથે એટેચમેન્ટ્સ વધ્યું છે અને માત-પિતા ની લાગણીઓ, તેમની સમસ્યાઓ સમજે છે.પરંતુ આ તેવી જગ્યાએ બને છે કે, જ્યાં પૈતૃક સંપત્તિ ખાસ નથી.તેથી વિવાદ કે વિખવાદ પણ નથી.

જી, હા અહીં આંખે દેખ્યા અહેવાલો મુજબ, આજે ઘણા પરિવારોમાં મિલકતના હિસ્સાને લઈને ભાઈ-બહેન વચ્ચે વિવાદ થાય છે. ક્યારેક દીકરીના હકનો મુદ્દો જમાઈ અથવા અન્ય પરિવારજનોના દબાણથી પણ વધુ જટિલ બની શકે છે.અન્યથા તે સિવાય જ્યાં પૈતૃક સંપત્તિ છે, ત્યાં સાસરિયાઓ દ્વારા તેમની પુત્રવધૂને ભાગ માંગવા દબાણ કરવામાં આવે છે.જેને લીધે આ મુદ્દો આવી દીકરીઓ કે પુત્રીઓ માટે ક્યાંક ત્રાસનું કે બીજા પ્રકારે સમાનતાને નામે જ એક પ્રકારના દહેજનું કારણ પણ બને છે. આ સુધરતાં કે અપડેટ્સ થતા સમાજ માટે એક ગંભીર સામાજિક પ્રશ્ન પણ છે.એટલે કાયદો એવો હોવો જોઈએ કે,

દીકરીનો હક સુરક્ષિત રહે,પરંતુ દીકરા સાથે અન્યાય ન થાય,

અને માતા-પિતાની સેવા કોઈ એક સંતાનના માથે ન નાખવામાં આવે.અહીં સમાન અધિકારનો અર્થ માત્ર મિલકત મેળવવાનો અધિકાર નથી.સમાન અધિકારનો અર્થ જવાબદારીમાં પણ સમાન ભાગીદારી છે પણ હોવી જોઈએ.દીકરીને દીકરા જેટલો હક આપવો હોય તો આપો પણ પછી માતા-પિતાની જવાબદારી પણ દીકરા જેટલી જ નક્કી થવી જોઈએ.તો માતા-પિતાની સેવા અને જવાબદારીમાં પણ સમાન હિસ્સો હવે સ્વીકાર્ય બનવો જોઈએ.કાયદો ભાઈ-બહેન વચ્ચે સમાનતા લાવે એ સારી વાત છે,પરંતુ એ સમાનતા માત્ર મિલકત સુધી સીમિત ન રહેવી જોઈએ.તેમજ વિવાદો કે વિખવાદનું કારણ સમાજમાં ન બનતું હોવું જોઈએ.

માન્યામાં ન આ આવે તો તમારા શહેરની કલેકટર કચેરીએ આંટો મારી આવજો જ્યાં રેવન્યુ વિભાગ માં આવા ભાઈ-બહેન વચ્ચે પૈતૃક સંપત્તિને લઈને કેટલા ઝઘડા કે વિવાદો કે વિખવાદો ચાલે છે તે જોવા મળશે.ત્યારે આશા રાખીયે કે જયારે આવા નવા કાયદા બને તે ભલે સ્ત્રીઓની સમાનતાને લઈને હોય પરંતુ દહેજના બદનામ થયેલા કાયદાની જેમ અન્યાયી ન બને..સમાજ પણ આ વિચારે અને મિલ્કતમાં ભાગ લેતી બહેનો-દીકરીઓ અને જમાઈઓ પણ વિચારે જેથી માત-પિતાની વૃદ્ધાવસ્થા પણ સારી રીતે પસાર થાય.

Share This Article