સર્વોચ્ચ અદાલતે એક ચુકાદામાં જણાવ્યું હતું કે, સરકારી કર્મચારી સામે મંજૂરી વિના કેસ નહીં

Reena Brahmbhatt
2 Min Read

નવી દિલ્હી, તા. 7 : સર્વોચ્ચ અદાલતે એક ધ્યાન ખેંચનારા ચુકાદામાં જણાવ્યું હતું કે, ફરજ દરમ્યાન નાણાંની ગેરકાયદે હેરફેર (મની લોન્ડરિંગ)ના આરોપી સરકારી કર્મચારી સામે કેસ ચલાવવાથી પહેલાં સરકારના સંબંધિત સત્તાધીશ પાસેથી મંજૂરી મેળવવી જરૂરી રહેશે. કલમ 197 (1) હેઠળ જોગવાઇ છે કે, સરકારી અધિકારીઓ અને ન્યાયમૂર્તિઓ સામે કેસ ચલાવવા માટે સરકારની મંજૂરી લેવી પડે છે. આ જોગવાઇ હવે પ્રીવેન્શન ઓફ?મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ)માં પણ લાગુ પડે છે, તેવું સુપ્રીમે કહ્યંy હતું.

હકીકતમાં, આંધ્રપ્રદેશના સરકારી અધિકારી વિભુપ્રસાદ આચાર્ય વિરુદ્ધ ઇડીએ આરોપ મૂક્યો હતો. 2019માં તેલંગાણા હાઇકોર્ટે સરકારની મંજૂરી નહીં લેવાઇ હોવાથી આરોપ રદ કરી નાખ્યા હતા. હાઇકોર્ટના ફેંસલા વિરુદ્ધ ઇડી સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી. ન્યાયમૂર્તિ અભય ઓકા અને એ.જે. મસિહની ખંડપીઠે ઇડીની અરજી ફગાવી દીધી હતી. ઇડીએ આ તર્ક આપ્યો હતો કે, પીએમએલએ હેઠળ આવી કોઇ મંજૂરીની જરૂર નથી.- પીડિતા સાથે સમજૂતીથી કેસ રદ નહીં : નવી દિલ્હી, તા. 7 : સુપ્રીમ કોર્ટે યૌન ઉત્પીડન સાથે જોડાયેલા મામલામાં મહત્ત્વનો ફેંસલો આપતાં જણાવ્યું હતું કે, આવા મામલાઓમાં સમજૂતી, સમાધાન માન્ય નહીં લેખાય.

- Advertisement -

આવા ગંભીર મામલાઓમાં ફરિયાદી પીડિત અને આરોપી વચ્ચે સમાધાન થઇ ગયું છે એ કારણે કેસ રદ નહીં કરી શકાય, તેવું સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું. રાજસ્થાનના ગંગાપુર શહેરના એક મામલામાં અનુસૂચિત વર્ગની સગીરાએ પોતાના શિક્ષક પર યૌન ઉત્પીડનનો આરોપ મૂક્યો હતો. આ મામલામાં રાજસ્થાન હાઇકોર્ટે આરોપી શિક્ષકને રાહત આપતાં એફઆઇઆર રદ કરી નાખી હતી. હાઇકોર્ટના આ આદેશને રદ કરી નાખતાં સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતો અને પોલીસને નિર્દેશ આપ્યો હતો કે, આવા મામલાઓમાં પીડિતાના અધિકારોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની રહેશે. શિક્ષકે એક સ્ટેમ્પ પેપર પર સમજૂતી કરાવી હતી, જેમાં કહેવાયું હતું કે, ફરિયાદ ગેરસમજણથી કરાઇ છે, પરંતુ સુપ્રીમ કોર્ટે કેસને રદ કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો.

Share This Article