નવી દિલ્હી, તા. 15 : સુપ્રીમ કોર્ટે અદાણી સમૂહને રાહત આપી છે. સમૂહ ઉપર લાગેલા શેરમાં હેરાફેરીના આરોપોની તપાસની જવાબદારી સીબીઆઈને આપવાનો ઈનકાર કરવાના પોતાના નિર્ણય ઉપર ફરીથી વિચાર કરવાની અરજીને રદ્દ કરવામાં આવી છે.

હિંડનબર્ગ રિપોર્ટની અદાણી સમુહ ઉપર આવેલા અહેવાલ બાદ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે શેરમાં હેરાફેરીના આરોપોની તપાસ કરવામાં આવે. જેમાં સુપ્રીમ કોર્ટે પુરાવાને ધ્યાને લઈને ત્રીજી જાન્યુઆરીએ ચૂકાદો આપ્યો હતો કે સીબીઆઈ અથવા એસઆઈટીને તપાસ સોંપવાની જરૂરીયાત નથી. મુખ્ય ન્યાયાધીશ ડીવાઈ ચંદ્રચુડની બેંચે ત્રણ જાન્યુઆરીના ચૂકાદા સામે જનહિતની અરજીને ખારિજ કરતા કહ્યું હતું કે રિવ્યુ પિટિશન ઉપર ધ્યાન આપ્યા બાદ કોઈ ભુલ કે કમી જોવા મળી રહી નથી તેવામાં અરજી ઉપર વિચાર કરવાનો કોઈ અર્થ નથી.

