Delhi Air Pollution GRAP-3 Restrictions: દિલ્હીમાં હવા ઝેરી બની: હવે શાળાઓ બંધ, ડીઝલ જનરેટર અને ટ્રકો પર પ્રતિબંધ! GRAP શું છે અને તેના કયા નિયમો તાત્કાલિક લાગુ થશે?

Arati Parmar
3 Min Read

Delhi Air Pollution GRAP-3 Restrictions: દિલ્હી-એનસીઆરમાં ઠંડીની શરુઆત થતાં જ પ્રદૂષણનું સ્તર પણ દિવસેને દિવસે વધતું જઈ રહ્યું છે. તેની અસર ઓછી કરવા માટે થોડા દિવસો પહેલાં કૃત્રિમ વરસાદ પણ કરાવવામાં આવ્યો હતો, પરંતુ તેનાથી પણ ખાસ રાહત મળી નહોતી. વધતાં વાયુ પ્રદૂષણની સ્થિતિ સુધરવાનું નામ નથી લઈ રહી.

CAQM દ્વારા GRAP-3 લાગુ

- Advertisement -

વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને, વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન આયોગ (CAQM)એ GRAP-3 (ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન સ્ટેજ 3) લાગુ કરવાનો નિર્ણય લીધો છે. રાજધાનીમાં હવાની ગુણવત્તા અત્યંત ખરાબ થઈ જતાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 425 સુધી પહોંચી ગયો છે.

હવે, હવાની કથળતી ગુણવત્તાને કારણે અહીં ઘણી વસ્તુઓ પર પ્રતિબંધ લાગુ થઈ શકે છે. રાજ્ય સરકાર ટૂંક સમયમાં શાળાઓ બંધ કરવા અથવા તો તેને હાઇબ્રિડ મોડ (Hybrid Mode) કે પછી ઘરેથી ઓનલાઇન અભ્યાસ કરાવવાનો નિર્ણય લઈ શકે છે.

- Advertisement -

GRAP શું છે?

GRAPનો અર્થ ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન થાય છે. આ યોજના વાયુ પ્રદૂષણના સ્તરને દર્શાવે છે, જેમ કે ખરાબ, ખૂબ ખરાબ, ગંભીર અને અતિ ગંભીર. GRAP લેવલ ત્યારે લાગુ કરવામાં આવે છે, જ્યારે શહેરની હવા વ્યક્તિના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે તેવી હોય. તેને વાયુ ગુણવત્તાના આધારે પ્રતિબંધો લગાવવા અને પ્રદૂષણ ઘટાડવા માટે ચોક્કસ પગલાં લેવા માટે અમલમાં મૂકવામાં આવે છે.

- Advertisement -

GRAP લેવલ કેટલા છે?

AQI લેવલગુણવત્તાGRAP લેવલ
0થી 50સારું (Good)
51થી 100સંતોષકારક (Satisfactory)
101થી 200મધ્યમ (Moderate)
201થી 300ખરાબ (Poor)GRAP-1
301થી 400ખૂબ ખરાબ (Very Poor)GRAP-2
401થી 450ગંભીર (Severe)GRAP-3
450થી વધુગંભીર પ્લસ (Severe Plus)GRAP-4

GRAP લાગુ થતાં આ બાબતો પર સૌથી પ્રતિબંધ લાગશે

– બિનજરૂરી બાંધકામ કામો અને ડીમોલીશન પર રોક લગાવવામાં આવશે.

– જૂના ડીઝલ વાહનોના પ્રવેશ પર રોક લગાવવામાં આવશે.

– સિમેન્ટ, રેતી જેવી વસ્તુઓ લાવવા-લઈ જવા પર રોક લાગશે.

– આંતરરાજ્ય ડીઝલ બસો પર રોક લગાવવામાં આવે છે.

– આ ઉપરાંત, ઈમરજન્સી સેવાઓ સિવાયના ડીઝલ જનરેટરો પર રોક લગાવવામાં આવે છે.

– ધોરણ 5 સુધીની શાળાઓ બંધ કરીને ઓનલાઇન મોડમાં અભ્યાસ કરાવવામાં આવશે.

– કંપનીઓમાં વર્ક ફ્રોમ હોમ અથવા હાઇબ્રિડ મોડમાં કામ કરવાની સલાહ આપવામાં આવી શકે છે.

– આ ઉપરાંત, પ્રદૂષણ ફેલાવતા ઈંધણ, જેમ કે કોલસો અને લાકડાનો ઉપયોગ કરતા ઔદ્યોગિક કામો, ઈંટના ભઠ્ઠાઓ અને હોટલોના ખુલ્લા ભોજનાલયો પર પણ પ્રતિબંધ લગાવવામાં આવે છે, જેથી ધૂળ અને ધુમાડો તરત ઓછો કરી શકાય.

સુપ્રીમ કોર્ટનો નિર્ણય

ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે જો AQI 350ને પાર કરે, તો તે GRAP-3 લાગુ કરવાનો આધાર બનશે. સોમવારે જ દિલ્હીની એર ક્વોલિટી 391 પહોંચી ગયો હતો, પરંતુ ત્યારે GRAP-3ની જાહેરાત કરવામાં આવી નહોતી. જોકે, મંગળવારે CAQM દ્વારા GRAP-3 લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. GRAP-3 લાગુ થયા બાદ શૈક્ષણિક સંસ્થાઓ, શાળાઓ, કૉલેજો અને કોચિંગ સંસ્થાઓને બંધ કરવા અંગે નિર્ણય લેવાઈ શકે છે.

Share This Article